Not Set/ કઠુઆ રેપ કેસ મામલે બચ્ચને આપ્યું નિવેદન, આ વાત કરવી પણ…

અપહરણ કરવામાં આવ્યું હતું, તેને નશામાં રાખવામાં આવી હતી અને કેટલા દિવસો સુધી તેની સાથે કેટલાય લોકોએ ગેંગરેપ કર્યો હતો. કઠુઆ ગેંગરેપને ઘટનાને અમિતાભ બચ્ચને નિવેદન આપ્યું હતું. અમિતાભ બચ્ચને ફિલ્મ ‘102 નોટ આઉટ’નાં સોંગ લોન્ચિંગ સમયે તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ દિવસોમાં દીકરીઓ સાથે થઈ રહેલી જાતીય સતામણીએ પુરા દેશને હચમચાવી મુક્યો છે? આ […]

India Entertainment
amitabhbachchan કઠુઆ રેપ કેસ મામલે બચ્ચને આપ્યું નિવેદન, આ વાત કરવી પણ...

અપહરણ કરવામાં આવ્યું હતું, તેને નશામાં રાખવામાં આવી હતી અને કેટલા દિવસો સુધી તેની સાથે કેટલાય લોકોએ ગેંગરેપ કર્યો હતો. કઠુઆ ગેંગરેપને ઘટનાને અમિતાભ બચ્ચને નિવેદન આપ્યું હતું.

અમિતાભ બચ્ચને ફિલ્મ ‘102 નોટ આઉટ’નાં સોંગ લોન્ચિંગ સમયે તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ દિવસોમાં દીકરીઓ સાથે થઈ રહેલી જાતીય સતામણીએ પુરા દેશને હચમચાવી મુક્યો છે? આ અપરાધ પર તેઓ શું વિચારે છે?

આ સવાલના જવાબમાં બચ્ચને દુઃખી અવાજમાં કહ્યું કે, આ વિષય પર વાત કરતા પણ મને ધ્રુણા ઉપજે છે, આ વાત કરવી પણ ડરામણી છે. ઉલ્લેખનીય છે કે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન નરેન્દ્ર મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનના બ્રાન્ડએમ્બેસેડર છે.

આ સિવાય બુધવારે કઠુઆ ગેંગરેપને ઘટનાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખુબ જ શરમજનક બતાવી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, આઝાદીના 70 વર્ષ પછી પણ આવી ઘટના દેશનાં ખૂણામાં થઈ રહી છે તે શરમજનક છે, આપણે વિચારવાની જરૂર છે કે આપણે કેવો સમાજ ઉભો કરી રહ્યા છીએ, આ હત્યા એટલી ક્રૂર હતી કે તેની કલ્પના પણ ના કરી શકાય, દરેક બાળકને શિક્ષણ આપવું અને સુરક્ષા આપવી એ સમાજની પહેલી જવાબદારી છે. આપણા બાળકોનું સુરક્ષિત હોવું એ સૌથી મોટી સફળતા છે.

આ સિવાય જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ આ મામલે કહ્યું કે, આપણા સમાજમાં જરૂર કઈક ખરાબ થઈ રહ્યું છે. કોઈ કઈ રીતે નાની બાળકી સાથે આટલી ક્રુરતા કરી શકે. જે માતા વૈષ્ણોદેવીનું રૂપ છે. આ સમાજમાં જરૂર કઈ ખોટું થઇ રહ્યું છે.