બબાલ/ વડોદરાના વોર્ડ નંબર 6માં મતગણતરી મામલે કોંગ્રેસ મચાવ્યો હોબાળો

વોર્ડ નં-6ના કોંગ્રેસના ઉમેદવાર હેમંત આમરેએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં 18 હજાર લઘુમતી અને સ્લમ વિસ્તારના મતદારો હોવા છતાં ત્યાં ભાજપના ઉમેદવારોને 4-4 મતો મળી રહ્યા છે, જે બાબત શંકા ઉપજાવે છે.

Gujarat Vadodara
રાજકોટ 2 વડોદરાના વોર્ડ નંબર 6માં મતગણતરી મામલે કોંગ્રેસ મચાવ્યો હોબાળો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીનું આજે તા.૨૩ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આવામાં વડોદરામાં વોર્ડ નં-6 ની મતગણતરી દરમિયાન બબાલ થઈ હતી. કોગ્રેસના એજન્ટોએ હોબાળો મચાવ્યો હતો. બે રાઉન્ડમાં જ ભાજપના એજન્ટોએ જીતી ગયા હોવાનો દાવો કરતા વિવાદ થયો હતો. સાથે રીકાઉન્ટીગ ની કરી માગ કરી હતી. જેથી પોલીસ દોડી ગઈ હતી. છેવટે વોર્ડ નં-6માં ફેર મતગણતરી શરૂ કરવામાં આવી છે.

વોર્ડ નં-6ના કોંગ્રેસના ઉમેદવાર હેમંત આમરેએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં 18 હજાર લઘુમતી અને સ્લમ વિસ્તારના મતદારો હોવા છતાં ત્યાં ભાજપના ઉમેદવારોને 4-4 મતો મળી રહ્યા છે, જે બાબત શંકા ઉપજાવે છે.

વડોદરામાં આવેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડબલ ફિગરમાં પણ નહીં આવે. બીજી તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું મિશન 76નું સપનુ અધુરુ રહ્યું છે

આપને જણાવી દઈએ કે, મતદાન બાદ સીલ કરેલા ઇવીએમ મતગણતરી માટે પોલિટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોગરૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવેલા સ્ટ્રોગરૂમ હવે આવતીકાલે ખૂલશે અને બાદમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાની સાથે હવે મતગણતરીમાં કોનો વિજય થશે તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. તંત્ર પણ મતગણતરીની તૈયારીઓમાં લાગી ગયું છે.