Not Set/ હવાઈયાત્રા દરમિયાન ઈન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ કરવા પર સરકારે આપી મંજુરી

દિલ્લી, છેલ્લા કેટલાક સમયથી બંધ હવાઈયાત્રા દરમિયાન કરવામાં આવેલી મોબાઈલ અને ઈન્ટરનેટની સેવાને હવે ફરીથી ચાલુ કરવામાં આવી છે. ટેલિકોમ મંત્રાલય દ્વારા વિમાનમાં મુસાફરી દરમિયાન મોબાઈલ સેવા કનેક્ટિવિટીને મંગળવારે શરતો સાથે મંજુરી આપી છે. ટેલિકોમ મંત્રાલયના સેક્રેટરી અરુણા સુંદરરાજનની અધ્યક્ષતા મળેલી હાઈ પાવર ટેલિકોમ કમિશનની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. આ પ્રસ્તાવ મંજુર […]

Top Stories Business

દિલ્લી,

છેલ્લા કેટલાક સમયથી બંધ હવાઈયાત્રા દરમિયાન કરવામાં આવેલી મોબાઈલ અને ઈન્ટરનેટની સેવાને હવે ફરીથી ચાલુ કરવામાં આવી છે. ટેલિકોમ મંત્રાલય દ્વારા વિમાનમાં મુસાફરી દરમિયાન મોબાઈલ સેવા કનેક્ટિવિટીને મંગળવારે શરતો સાથે મંજુરી આપી છે.

ટેલિકોમ મંત્રાલયના સેક્રેટરી અરુણા સુંદરરાજનની અધ્યક્ષતા મળેલી હાઈ પાવર ટેલિકોમ કમિશનની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. આ પ્રસ્તાવ મંજુર થયા બાદ હવાઈ યાત્રી ૩૦૦૦ મીટરની ઉંચાઈ સુધી ડોમેસ્ટિક અને વિદેશ યાત્રા દરમિયાન પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે.

દુરસંચાર મંત્રાલયના હાઈ પાવર ટેલિકોમ કમિશનની બેઠકમાં ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલારિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવને પણ લીલી ઝંડી આપવામાં આવી છે.

ટેલિકોમ મંત્રાલયના સેક્રેટરી અરુણા સુંદરરાજને આ અંગે જણાવતા કહ્યું, આ પ્રક્રિયામાં ટેલિકોમ કંપનીઓ, એરલાઇન્સ અને બીજા અન્ય શામેલ મધ્યસ્થીઓ સાથે યોગ્ય તાલમેલ બેસાડીને આગામી ૩-4 મહિનામાં આ સર્વિસને ચાલુ કરવામાં આવશે.