Lifestyle/ સાબુદાણાની ખિચડી હવે બનશે એકદમ છૂટ્ટી! આ રેસિપીને અનુસરો, બનશે નૉન-સ્ટિકી

શું તમે જ્યારે પણ સાબુદાણાની ખિચડી બનાવો છો, ત્યારે એ ચોંટીને લોંદા જેવી થઇ જાય છે? જો આવું હોય તો, અહિંયા અમે તમને કેટલીક સરળ ટિપ્સ આપીશું,

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle

SRAVAN LIFESTYLE: શું તમે જ્યારે પણ સાબુદાણાની ખિચડી બનાવો છો, ત્યારે એ ચોંટીને લોંદા જેવી થઇ જાય છે? જો આવું હોય તો, અહિંયા અમે તમને કેટલીક સરળ ટિપ્સ આપીશું, જેને અપનાવીને તમે પણ હવે આ ફરાળી ખિચડીને તદ્દન છુટ્ટી અને ખીલેલી બનાવી શકો છો.

આમ તો સાબુદાણાને મોટાભાગે વ્રત-ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે, પરંતુ એનો સ્વાદ એવો તો દાઢે વળગે છે કે, લોકો ઉપવાસ સિવાયના દિવસોમાં પણ એેને આરોગવાનું ખૂબ જ પસંદ કરે છે! સાબુદાણામાંથી ઘણી બધી વાનગીઓ બને છે, પણ સાબુદાણાની ખિચડી સૌની ફૅવરિટ છે. લોકો એને ફટાફટ બનાવીને, હળવા નાસ્તાના સ્વરુપે ખાવાનું પસંદ કરે છે. આમ કરવામાં ગમે એટલું ધ્યાન રાખીએ, તો પણ ઘણી વખત એના દાણા પરસ્પર ચોંટી જ જાય છે. આના કારણે ખિચડીમાં ગઠ્ઠા પડી જાય છે, જેથી એનો સ્વાદ બગડી જાય છે. જો તમારી સાબુદાણા ખિચડી પણ કાયમ આવી ચોંટેલી અને લોંદા જેવી બનતી હોય, તો હવે એ તદ્દન છુટ્ટી અને ખીલેલી બને એ માટેની કેટલીક સરળ ટિપ્સ અહિં પ્રસ્તુત છે.

ચાલો જાણીએ સાબુદાણા ખિચડી બનાવવાની સરળ વિધિ, જેથી દરેક વખતે તમને તદ્દન પરફેક્ટ, નૉન-સ્ટિકી અને સ્વાદિષ્ટ ખિચડી બનાવવામાં મદદ મળશે.

સાબુદાણા ખિચડી બનાવવા માટેની સામગ્રી:

1 કપ સાબુદાણા

1/4 કપ સીંગદાણા

1 બાફીને સમારેલુ બટેટું

2 ઝીણા સમારેલાં લીલા મરચાં

5-6 મીઠા લીમડાના પાન

1 નાની ચમચી લીંબુનો રસ

સ્વાદાનુસાર સિેધવ મીઠું

2 નાની ચમચી ઘી અથવા તેલ

સજાવટ માટે ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત:

1. સાબુદાણાને સાચી રીતે પલાળો

સાબુદાણાના ખિચડી ચોંટી ન જાય એ માટે અત્યંત જરુરી છે, સાબુદાણાને ભીંજવવાની સાચી રીત! આ માટે સાબુદાણાને 2 થી 3 વખત એકદમ વ્યવસ્થિત રીતે, ત્યાં સુધી ધોવા જ્યાં સુધી એમાંથી નિતારેલું પાણી બિલકુલ સ્વચ્છ ન દેખાય તથા એમાંથી બધો જ સ્ટાર્ચ બહાર નીકળી જાય! આવું કર્યા પછી જ, આ ધોયેલા સાબુદાણાને 5 થી 6 કલાક સુધી પાણીમાં પલાળી રાખો.

2. ચોંટે નહિ એ માટે શું કરવું?

પાણીમાં ભીંજાયા બાદ સાબુદાણા નરમ પડી જાય છે. એમાં શેકીને વાટેલા સીંગદાણાનો ભૂકો, અંદાજે 1 નાની ચમચી જેટલો, તથા સિંધવ મીઠું ઉમેરો. આમ કરવાથી વધારાનું પાણી શોષાઇ જાય છે અને રાંધતી વખતે સાબુદાણા ચોંટતા નથી.

3. સીંગદાણા-બટાટાનો મસાલો તૈયાર કરો

એક કડાઇમાં ઘી અથવા તેલ ગરમ કરો. એમાં સીંગદાણા નાખો અને સોનેરી થાય ત્યાં સુધી એને શેકી લો. પછી બાફીને સમારેલું બટાટું નાખો અને થોડી વાર હલાવો. હવે એમાં લીલા મરચાં અને લીમડાના પાન નાખો અને એક મિનિટ સુધી પકાવી લો. મસાલો તૈયાર છે.

4. સાબુદાણા નાખો અને ધીમા તાપે પકાવો

હવે કડાઇમાં પલાળેલા સાબુદાણા નાખો. ગૅસ ધીમો રાખીને 4 થી 5 મિનિટ સુધી લગાતાર હળવા હાથે ત્યાં સુધી હલાવતા રહો, જ્યાં સુધી એ પારદર્શક ના થઇ જાય. જો કે, આ તબક્કે એને વધારે સમય સુધી રાંધવાની ભૂલ જરાય ના કરવી, નહિ તો એ ચીકણા બની જશે.

5. ગાર્નિશ 

હવે એમાં લીંબુનો રસ અને કોથમીર ભભરાવી હલાવી લો અને તરત ગૅસ બંધ કરી દો. તૈયાર છે તમારી નૉન-સ્ટિકી અને સ્વાદિષ્ટ સાબુદાણાની ખિચડી! એને ગરમાગરમ પીરસો.

પરફેક્ટ સાબુદાણા ખિચડી બનાવવા માટેની ટિપ્સ:

1. સાબુદાણાને પલાળતા પહેલા સારી રીતે ધોઇ લેવા, જેથી એમાંથી બધો જ સ્ટાર્ચ નીકળી જાય.

2.સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખવું, વધારે પાણીમાં ન પલાળવા.

3.સાબુદાણાને હંમેશાં ધીમા તાપે જ રાંધવા અને રાંધતી વખતે બરાબર હલાવતા રહીને એનું ધ્યાન રાખવું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:2025માં નાગ પંચમી શ્રાવણ મહિનાની કઈ તિથિએ ઉજવાશે? જાણો પૂજા મુહૂર્ત અને મહત્વ

આ પણ વાંચો:2025 શ્રાવણ મહિનાની કામિકા એકાદશી ક્યારે છે? શુભ મુહૂર્ત અને મહત્વ જાણો

આ પણ વાંચો:શ્રાવણ માસમાં અવશ્ય લેવા આ 5 પ્રણ, ભગવાન શિવ કરશે જીવનનો ઉદ્ઘાર