Not Set/ કેન્સરગ્રસ્ત મહિલા આર્ટિફિશ્યલ ઓવરીથી માતા બનવાનો સુખ મેળવી શકશે

કેન્સરની સારવાર દરમિયાન થનાર કિમોથેરાપીના કારણે મહિલાઓની પ્રજનન ક્ષમતાને ખતમ કરી નાંખે છે અને તે ફરીવાર માતા બની શકતી નથી. જાે કે હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં કેટલીક નવી બાબત સપાટી પર આવી છે. જેના કારણે આશાનુ નવુ કિરણ પણ દેખાઇ રહ્યુ છે. ડેનમાર્કમાં કોપેનહેગન સ્થિ એક હોસ્પિટલના સંશોધકોએ બાયો એન્જિનિયર્ડ ઓવરી બનાવી […]

Health & Fitness

કેન્સરની સારવાર દરમિયાન થનાર કિમોથેરાપીના કારણે મહિલાઓની પ્રજનન ક્ષમતાને ખતમ કરી નાંખે છે અને તે ફરીવાર માતા બની શકતી નથી. જાે કે હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં કેટલીક નવી બાબત સપાટી પર આવી છે. જેના કારણે આશાનુ નવુ કિરણ પણ દેખાઇ રહ્યુ છે. ડેનમાર્કમાં કોપેનહેગન સ્થિ એક હોસ્પિટલના સંશોધકોએ બાયો એન્જિનિયર્ડ ઓવરી બનાવી લેવામાં સફળતા હાંસલ કરી લીધી છે. આ આર્ટિફિશિયલ અથવા તો કૃત્રિમ અંડાશય મહિલાઓના ઇન્ડાને ફર્ટિલાઇઝ કરવામાં સક્ષમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઓવરીને મહિલાઓમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કરી શકાશે. હાલમાં કેન્સરગ્રસ્ત મહિલાઓની કિમોથેરાપી અથવા તો રેડિયોથેરાપી શરૂ કરતા પહેલા તેમના ઇન્ડાને ફ્રીજ કરી દેવામાં આવે છે. કિમોથેરાપી મહિલાઓના ઓવરી સેલ્સની જીવન ક્ષમતાને ખતમ કરી નાંખે છે.
જ્યારે ઓછી વયની યુવતિ પર કિમોથેરાપી અથવા તો રેડિયોેરાપી કરતા પહેલા તેમના ઓવરીયન ટિશુને કાઢીને સુરક્ષિત રાખી લેવામાં આવે છે. આ ટિસ્યુમાં હજારોના પ્રમાણમાં અવિકસિત ઇન્ડા હોય છે. ટ્રીટમેન્ટ બાદ ટિસ્યુને ફરી એકવાર શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. જાે કે આ મામલામાં સૌથી વધારે ખતરો ટિસ્યુમાં કેન્સર પ્રભાવિત સેલ્સની હાજરીનો રહે છે. જાે આ પ્રભાવિત અથવા તો અસરગ્રસ્ત સેલ્સન સાથે ટિસ્યુને ફરી શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાની સ્થિતીમાં યુવતિ ફરી એકવાર કેન્સરના સકંજામાં આવી જાય છે.
બાયો એન્જિનિયર્ડ ઓવરી આ ખતરાથી બચવા માટેના એક વિકલ્પ તરીકે છે. આ ટેકનિકમાં ઓવરી ટિસ્યુના સેલ્સને કેમિકલથી ટ્રીટ કરીને તેના ડીએનએ અથવા તો એવા કોઇ પણ હિસ્સાને અલગ કરી દેવામાં આવે છે. જેમાં કેન્સરથી સેલ પ્રભાવિત રહેવાની શક્યતા હોય છે. ત્યારબાદ અવિકસિત ઇન્ડાને ખાલી આર્ટિફિશિયલ ઓવરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. રિસર્ચ ટીમે કહ્યુ છે કે આ ઓવરીમાં ઇન્ડા સુરક્ષિ રહી શકે છે. ત્યારબાદ તેને શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે. શરીરમાં ઇન્ડા વિકસિત થવાની શરૂઆત થઇ જાય છે. સાથે સાથે દર મહિનામાં માસિક ધર્મની સાથે સાયકલ પૂર્ણ કરે છે. રિસર્ચ ટીમના એક સભ્યે માહિતી આપતા કહ્યુ છે કે એવી શોધ પહેલી વખ કરવામાં આવી છે. જેમાં માનવી ફોલિકલ શરીરની બહાર કોઇ ડિસેલુલરાઇઝ્‌ડ હ્ય્મુન સ્કૈફોલ્ડમાં સુરક્ષિત રહે છે. આ પદ્ધિતી બીજી પદ્ધિતી કરતા વધારે સુરક્ષિત છે. કારણ કે તેમાં કેન્સરથી પ્રભાવિત સેલ્સના રિ ઇમ્પ્લાનટેશન દરમિયાન શરીરમાં જવાની શક્યતા ખુબ ઓછી રહે છે. જાે કે આ પ્રોસેસને ૧૦૦ ટકા સુરક્ષિત બનાવવા માટે સંશોધકોની ટીમ હજુ પણ કામ કરી રહી છે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોકાવનારા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જે મહિલાઓ વિટ્રો ફર્ટીલાઇઝેશન કરાવી ચુકી છે. તે મહિલાઓમાં મોડેથી અંડાશયના કેંસરનો ખતરો બે ગુણો થઇ જાય છે. ૧૫ વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસ બાદ તેના તારણો જારી કરવામાં આવ્યા છે. અભ્યાસના પરિણામ જરનલ હ્યુમન રિપ્રોડક્શનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ અભ્યાસના તારણો ૧૯૧૪૬ બાળકો નહીં ધરાવતી મહિલાઓને આવરી લઇને જારી કરવામાં આવ્યા છે.
આ મહિલાઓ આઇવીએફ પહેલા ઓવરી અથવા તો અંડાશયની સારવાર કરાવી ચુકી છે. જ્યારે આઇવીએફ નહીં ધરાવતી મહિલાઓને પણ આમા આવરી લેવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યુ કે વિટ્રો ફર્ટીલાઇઝેશન મારફતે પસાર થઇ ચુકેલી મહિલાઓમાં અંડાશયના ટ્યુમરનો ખતરો રહે છે. આ ઘણી વખત જીવલેણ બની શકે છે. આના કારણે સર્જરીની જરૂર પડે છે.