Surat News/ સુરત : શાળામાં નોનવેજ પાર્ટી કરનારા આચાર્યને સસ્પેન્ડ કરાયા

શિક્ષણ મંત્રી પ્રફુn પાનસેરીયાએ લીધા કડક પગલા

Gujarat Top Stories Surat

Surat News : સુરતમાં શાળા માં નોનવેજ પાર્ટી કરનાર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આમ રાજ્યના શિક્ષણ મંત્રીએ આ મુદ્દે કડક પગલાં લીધા છે. જેમાં પ્રફુલ્લ પાંનસેરીયાએ આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનામાં મીડિયા દ્વારા બહાર આવેલા અહેવાલો બાદ કડક પગલા લેવામાં આવ્યા છે.

પાનસેરિયાએ કહ્યું હતું કે શાળાઓમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય. આમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કડક ચેતવણી આપી છે.
જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય પ્રભાકર રમૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મનપાની સ્કૂલ નંબર 342 માં આ ઘટના બની હતી. ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર 342 અને 351 આવેલી છે. જ્યાં સરકારી સ્કૂલમાં 1987થી 1991ના વિદ્યાર્થીઓ માટે ગેટ-ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં શાળામાં ભોજનના નામે નોન-વેજ પાર્ટી કરવામાં આવી હતી. ગેટ ટુ ગેધરના નામે બાળકોને નોન વેજ પિરસવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત…રૂપિયા 200 કરોડના ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં ભાજપ કાર્યાલયે લાફાવાળીનો મામલો, ખજાનચીની પોલીસમાં ફરિયાદ

આ પણ વાંચો:સુરતમાં ડબલ મર્ડર, સગા બનેવીએ જ પત્ની, સાળાની કરી નિર્મમ હત્યા