Ahmedabad News : ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) એ ઓફશોર ઓનલાઇન ગેમિંગ કંપનીઓ સામે તેની અમલીકરણ કાર્યવાહીને વધુ તેજ બનાવી દીધી છે. ઓનલાઇન મની ગેમિંગ ઉદ્યોગમાં સ્થાનિક અને વિદેશી બંને ઓપરેટરોનો સમાવેશ થાય છે.
જીએસટી (GST) કાયદા હેઠળ, ‘ઓનલાઇન મની ગેમિંગ’, કાર્યવાહી કરવા યોગ્ય દાવા હોવાને કારણે ‘ગુડ્સ’ ના સપ્લાય તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તે 28 % કરને આધિન છે. આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓએ જીએસટી (GST) હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે.
ઓનલાઇન મની ગેમિંગ/સટ્ટાબાજી/જુગારના સપ્લાયમાં સામેલ આશરે 700 ઓફશોર કંપનીઓ DGGIની તપાસ હેઠળ છે. એવું નોંધવામાં આવ્યું છે કે આ કંપનીઓ નોંધણી કરવામાં નિષ્ફળ રહીને, કરપાત્ર પે-ઇનને છુપાવી, કરની જવાબદારીઓને બાયપાસ કરી જીએસટી (GST)ની ચોરી કરી રહી છે. આઇટી (IT)એક્ટ, 2000 ની કલમ 69 હેઠળ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY) સાથે સંકલન કરીને ડીજીજીઆઇ (DGGI) દ્વારા અત્યાર સુધીમાં ગેરકાયદેસર/બિન-સુસંગત ઓફશોર ઓનલાઇન મની ગેમિંગ કંપનીઓની 357 વેબસાઇટ/યુઆરએલ (URL)ને બ્લોક કરી દેવામાં આવી છે.
કેટલાક ગેરકાયદે ગેમિંગ પ્લેટફોર્મ્સ સામે તાજેતરમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં, DGGIએ આઇ4સી અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે સંકલન કરીને, સહભાગીઓ પાસેથી નાણાં એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓને નિશાન બનાવી તેને બ્લૉક કરી લગભગ 2,000 બેંક ખાતાઓ અને રૂ. 4 કરોડ જોડ્યા હતા. અન્ય એક કાર્યવાહીમાં આમાંની કેટલીક ઓફશોર કંપનીઓની વેબસાઇટ્સ પર મળી આવેલા યુપીઆઈ (UPI) આઈડી સાથે જોડાયેલા 392 બેંક ખાતાઓને ડેબિટ ફ્રીઝ પર મૂકવામાં આવ્યા છે અને આ ખાતાઓમાં કુલ રૂ. 122.05 કરોડની રકમ અસ્થાયી રૂપે જોડવામાં આવી છે.
ભારત (India)ની બહારથી ઓનલાઇન મની ગેમિંગ પ્લેટફોર્મ ચલાવતા કેટલાક ભારતીય નાગરિકો સામે અન્ય એક ઓપરેશન DGGI દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં બહાર આવ્યું છે કે આ વ્યક્તિઓ સદ્ગુરુ ઓનલાઇન મની ગેમિંગ પ્લેટફોર્મ, મહાકાલ ઓનલાઇન મની ગેમિંગ પ્લેટફોર્મ અને અભિ247 ઓનલાઇન મની ગેમિંગ પ્લેટફોર્મ સહિત આવા વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ભારતીય ગ્રાહકોને ઓનલાઇન મની ગેમિંગની સુવિધા આપી રહ્યા છે અને ભારતીય ગ્રાહકો પાસેથી નાણાં એકત્રિત કરવા માટે મ્યુલ બેંક ખાતાઓનો ઉપયોગ કરી રહ્યા છે. DGGI એ અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા 166 મ્યુલ એકાઉન્ટ્સને અવરોધિત કર્યા છે. અત્યાર સુધીમાં આવા 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આવી વધુ વ્યક્તિઓ સામે તપાસ પ્રગતિ હેઠળ છે.
વિદેશી કંપનીઓ દ્વારા અનુપાલન ન કરવાથી વાજબી સ્પર્ધાને વિકૃત કરી નાખે છે, સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થાય છે અને બજારને નુકસાન થાય છે. આ અનૈતિક વિદેશી કંપનીઓ નવા વેબ સરનામાંઓ બનાવીને પ્રતિબંધોને અવરોધે છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ કંપનીઓ વ્યવહારોની પ્રક્રિયા કરવા માટે ‘મ્યુલ’ બેંક ખાતાઓ દ્વારા સંચાલિત થાય છે. મ્યુલ ખાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ભંડોળ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ફનલ થવાની સંભાવના રાખે છ, જે રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણ માટે જોખમી પણ હોઈ શકે છે.
એવું જોવા મળ્યું છે કે યુટ્યુબ(Youtube), વોટ્સએપ (Whatsapp) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) પ્રભાવકોની સાથે બોલિવૂડની ઘણી હસ્તીઓ અને ક્રિકેટરો આ પ્લેટફોર્મને સમર્થન આપતા જોવા મળે છે અને તેથી લોકોને સાવચેત રહેવાની અને ઓફશોર ઓનલાઇન મની ગેમિંગ પ્લેટફોર્મ્સ સાથે ન જોડાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તે તેમની વ્યક્તિગત નાણાકીય બાબતોને જોખમમાં મૂકી શકે છે અને નાણાકીય અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડતી પ્રવૃત્તિઓને આડકતરી રીતે ટેકો આપી શકે છે.
DGGI ગેરકાયદે ઓફશોર ગેમિંગ કંપનીઓના જોખમને સક્રિયપણે પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે. આઇપીએલ (IPL) ની આગામી સિઝનની સાથે ગેરકાયદે ગેમિંગની કામગીરીને અંકુશમાં લેવા માટે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી વધુ કડક બનશે. જવાબદાર ગેમિંગ માટે માહિતગાર રહેવું અને નિયંત્રિત પ્લેટફોર્મ પસંદ કરવું નિર્ણાયક છે.
આ પણ વાંચો: DGGI ના ગાંધીધામમાં ટીમ્બરની 5 પેઢી પર દરોડા, કરોડોની GST ચોરી પકડાઈ
આ પણ વાંચો: અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાના બિલ્ડર ગ્રુપના ત્યાં DGGI ના દરોડા
આ પણ વાંચો: શિખર પાન મસાલા પર DGGIના દરોડા, ધંધો સંભાળતા બે લોકોની અટકાયત