Himanshi Khurana Lawrence Bishnoi Gang: પંજાબી એક્ટ્રેસ અને મોડલ હિમાંશી ખુરાનાને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગેંગસ્ટરે હિમાંશી પાસે ₹10 કરોડની મસમોટી ખંડણી માંગી છે અને જો પૈસા નહીં મળે તો તેને મોતને ઘાટ ઉતારવાની ચેતવણી આપી છે. આ ધમકી બાદ હિમાંશીએ મોહાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગેંગસ્ટર હેરી બોક્સરે કરી ધમકીભરી કોલ
મળતી માહિતી મુજબ, લોરેન્સ ગેંગના ગેંગસ્ટર હેરી બોક્સરે હિમાંશીને કોલ કરીને ધમકી આપી હતી. પોલીસે મોહાલીના સોહના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કોલ ડિટેલ્સના આધારે તપાસ તેજ કરી છે. હિમાંશી ખુરાના, જેમને પંજાબી ઈન્ડસ્ટ્રીની ‘ઐશ્વર્યા રાય’ પણ કહેવામાં આવે છે, તે હાલમાં ભારે સુરક્ષા વચ્ચે છે.

કોણ છે Himanshi Khurana?
હિમાંશી ખુરાના ‘બિગ બોસ-13’માં આવ્યા બાદ દેશભરમાં જાણીતી બની હતી. તેણે 2011માં મિસ લુધિયાણાનો ખિતાબ જીત્યો હતો અને ત્યારબાદ ‘સાડ્ડા હક’ જેવી ફિલ્મો અને ‘સોચ’ જેવા સુપરહિટ ગીતોથી પોતાની ઓળખ બનાવી હતી. બિગ બોસ દરમિયાન શહેનાઝ ગિલ સાથેનો તેનો વિવાદ અને આસિમ રિયાઝ સાથેની મિત્રતા ખૂબ ચર્ચામાં રહી હતી.
ડિપ્રેશનનો સામનો કરી ચૂકી છે એક્ટ્રેસ
હિમાંશીએ અગાઉ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બિગ બોસના નેગેટિવ વાતાવરણને કારણે તે લગભગ બે વર્ષ સુધી ડિપ્રેશનમાં રહી હતી. તેને પેનિક એટેક પણ આવતા હતા અને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. હવે જ્યારે તે ફરીથી સક્રિય થઈ છે, ત્યારે આ ધમકીએ તેની ચિંતા વધારી દીધી છે.
સૂફી સિંગર જ્યોતિ નૂરાં પાસે પણ માંગી ખંડણી
માત્ર હિમાંશી જ નહીં, પંજાબની જાણીતી સૂફી સિંગર જ્યોતિ નૂરાં પાસે પણ ₹1 કરોડની ખંડણી માંગવામાં આવી છે. તેના પતિ અભિએ ખુલાસો કર્યો હતો કે સંપત નહેરાના નામે ધમકી આપીને પૈસા માંગવામાં આવી રહ્યા છે. પંજાબમાં કલાકારો પર લોરેન્સ ગેંગનો આતંક સતત વધી રહ્યો હોય તેવું જણાય છે.
આ પણ વાંચો:લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે ગેંગસ્ટરની US અને જ્યોર્જિયામાં ધરપકડ, ભારત ડિપોર્ટ કરાશે
આ પણ વાંચો:ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરિકામાં ધરપકડ, સલમાન ખાન ફાયરિંગ કેસમાં વોન્ટેડ
આ પણ વાંચો:લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને આપી ફરી ધમકી, જીવ બચાવવો હોય તો મંદિરમાં માફી માગ નહીંતર 5 કરોડ આપ
