Mumbai News/ લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને આપી ફરી ધમકી, જીવ બચાવવો હોય તો મંદિરમાં માફી માગ નહીંતર 5 કરોડ આપ

છેલ્લા 10 દિવસમાં સલમાન ખાનને આ ત્રીજી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

Top Stories India

Entertainment News: લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi) દ્વારા સલમાન ખાનને (Salman Khan) ફરી ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસને સોમવારે રાત્રે એક વોટ્સએપ મેસેજ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તે જીવિત રહેવા માંગતો હોય તો અભિનેતા પાસે બે વિકલ્પ છે – મંદિરમાં માફી માંગે અથવા 5 કરોડ ચૂકવે.  છેલ્લા 10 દિવસમાં સલમાન ખાનને આ ત્રીજી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે “લોરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છે અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ અથવા રૂપિયા 5 કરોડ આપવા જોઈએ. જો તે આમ નહીં કરે તો અમે તેને મારી નાખીશું. અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.”

Salman Khan to revive action image with Sikandar - India Today

અગાઉ મુંબઈ ટ્રાફિક પોલીસને 18 ઓક્ટોબરના રોજ વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, “આ મેસેજને હળવાશથી ન લો, જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની ખતમ કરવા માંગતો હોય, તો તેને પાંચ કરોડ રૂપિયા આપવા જોઈએ. જો તે ચૂકવણી નહીં કરે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે.

Salman Khan gets 'badmaash aadmi' advice from farm leader amid Lawrence Bishnoi threat | Latest News India - Hindustan Times

સલમાન ખાનની નજીક ગણાતા એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિર્મલ નગરમાં કોલગેટ ગ્રાઉન્ડ પાસે બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બનેલી આ ઘટના બાદ તરત જ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Baba Siddique praised during pandemic, was friends with Bollywood stars | India News - Business Standard

આ મેસેજના થોડા દિવસો બાદ 21 ઓક્ટોબરે એ જ વ્યક્તિએ મુંબઈ પોલીસને માફી માંગતો મેસેજ મોકલ્યો અને કહ્યું કે મેસેજ ભૂલથી થઈ ગયો છે. સલમાન ખાન હાલમાં બિગ બોસ 18ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે તે પોતાની ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ પણ કરી રહ્યો છે. તે ટૂંક સમયમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં ચુલબુલ પાંડે તરીકે ધૂમ મચાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સલમાન ખાનની 2 પાંસળી તૂટી, અભિનેતાએ કન્ફર્મ કરતાની સાથે જ ભાઈજાન વિશે ચાહકો પરેશાન

આ પણ વાંચો:સલમાન ખાન બાદ લોરેન્સ બિશ્નોઈએ આ પંજાબી સિંગરના ઘરે કરાવ્યું ફાયરિંગ

આ પણ વાંચો:સલમાન ખાન ફાયરિંગ કેસમાં બિશ્નોઈ પર ચોંકાવનારો ખુલાસો, શૂટરના દાવાથી કેસ પલટાયો