Surat News/ સુરતના પોશ સિટી લાઇટ વિસ્તારમાં ભીષણ આગ, કચરાના ઢગલામાં લાગેલી આગ વિકરાળ બની

સુરતના (Surat) પોશ ગણાતા સિટી લાઇટ વિસ્તારમાં આવેલી નવનિર્મિત રૂંગટા એસ્ટેલા બિલ્ડિંગના પરિસરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કચરાના ઢગલામાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી, જેના કારણે કરોડો રૂપિયાના ફ્લેટ ધરાવતી બિલ્ડિંગને નુકસાન થયું છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે.

Gujarat Surat
Surat

સુરતના (Surat) પોશ ગણાતા સિટી લાઇટ વિસ્તારમાં આવેલી નવનિર્મિત ‘રૂંગટા એસ્ટેલા’ બિલ્ડિંગના પરિસરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના ધુમાડા દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બે બિલ્ડિંગ વચ્ચેના ભાગમાંથી આગ જોઈ શકાય છે

Surat building fire
Surat building fire

કચરાના ઢગલામાં લાગલી આગ વિકરાળ બની

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. માહિતી મુજબ બિલ્ડિંગ પાછળના ખુલ્લા વિસ્તારમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી, જે થોડા સમયમાં જ વિકરાળ બની ગઈ હતી.

સુરતમાં (Surat) 15 માળની બિલ્ડિંગ પાસે આગ

આ 15 માળની બિલ્ડિંગમાં 2 થી 3 કરોડ રૂપિયાની કિંમતના આધુનિક ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં ઉપરના બે માળ પેન્ટહાઉસ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. બિલ્ડિંગનું મુખ્ય બાંધકામ પૂરું થઈ ગયું હતું અને ફિનિશિંગ તથા એલિવેશનનું કામ ચાલી રહ્યું હતું. પરંતુ આગના કારણે કલર કામને નુકસાન પહોંચ્યું છે તેમજ ભારે ગરમીથી અનેક ફ્લેટોના મોંઘા કાચ તૂટી ગયા હોવાનો અંદાજ છે.

અફરાતફરી અને ટ્રાફિક જામ

આગની ઘટના બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડિંગની આગળ દુકાનો અને મુખ્ય માર્ગ હોવાને કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી, પરંતુ બિલ્ડિંગના બાહ્ય સ્ટ્રક્ચર અને દેખાવને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું અનુમાન છે.

કામદારો ભાગીને બહાર આવ્યા

બિલ્ડિંગમાં કામ કરતા મજૂરો આગ લાગતા જ પોતાનો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે આસપાસ ધુમાડાનો ઘાટો વાદળ છવાઈ ગયો હતો. બે ફાયર સ્ટેશનની 6થી વધુ ફાયર ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.


આ પણ વાંચો: સલામ છે આ જુસ્સાને! ફૂટપાથ પર સ્કૂટી રોકનાર કેરળના ‘બહાદુર અમ્મા’નું સરકારે કર્યું સન્માન

આ પણ વાંચો:ઝેરનો સ્વાદ કેવો હોય છે? પાંચ મિત્રોએ તેને ચાખ્યું,ચારના મોત થયા એક બચી ગઈ, જાણો આખી સચ્ચાઈ

આ પણ વાંચો:વિદ્યાર્થીએ શિક્ષકો અંગે મીમ્સ શેર કર્યા,સુપ્રીમ કોર્ટે પરીક્ષા માટે આપી મંજૂરી!