Not Set/ જમ્મુ-કાશ્મીરમાં ઇદ પછી થઇ શકે છે ચુંટણી, 8 તબક્કામાં વોટિંગનો પ્લાન

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી કમિશનના સૂત્રોએ જણાવ્યું છે કે રમઝાન પછી અને અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. રમઝાન 4 જૂન પૂર્ણ થઈ રહી છે અને અમરનાથની યાત્રા પહેલી જુલાઈથી શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી 5 […]

Top Stories India Trending

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી કમિશનના સૂત્રોએ જણાવ્યું છે કે રમઝાન પછી અને અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. રમઝાન 4 જૂન પૂર્ણ થઈ રહી છે અને અમરનાથની યાત્રા પહેલી જુલાઈથી શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી 5 જૂન થી 30 જૂન વચ્ચે જ શક્ય છે. માનવામાં આવી રહ્યું છે કે 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે.

ચૂંટણી કમિશનએ વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયને જણાવી દીધું છે. ચૂંટણી છ થી આઠ તબક્કામાં થઈ શકે છે. લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં 70 હજારથી વધુ અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત રહશે. આ સિવાય રાજ્ય પોલીસ પણ છે. જણાવીએ દઈએ કે 3 જુલાઈએ પૂર્ણ થશે રાજ્યમાં લગાવેલ રાષ્ટ્રપતિ શાસન 6 મહિના પુરા થઇ જશે.

5 તબક્કામાં થશે 6 લોકસભા બેઠકો પર ચુંટણી

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ચૂંટણી પંચે રાજ્યમાં લોકસભા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. રાજ્યની 6 લોકસભાની બેઠકોના પાંચ તબક્કામાં ચૂંટણી થશે. ખાસ વાત એ છે કે કાશ્મીરમાં અનંતનાગ બેઠકમાં મતદાનના ત્રણ તબક્કા હશે. આ સમય દરમિયાન, કમિશનરે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાશે. બંને ચૂંટણી એક સાથે ન કરાવામાં આવે તેના પાછળ અશંત માહોલને જવાબદાર કહેવામાં અવી રહ્યું છે.

રાજ્યના નેતાઓએ કરી હતી વિધાનસભા ચુંટણી ક્રવામની માંગ..

ચૂંટણી પંચે વિધાસભા ચૂંટણી સાથે ન કરાવાના નિર્ણય બાદ વિપક્ષ પાર્ટીના નેતાઓએ વિરોધ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પીએમ મોદીના ટ્વિટ પર કહ્યું હતું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી કરાવીને તમે અહીંયાના લોકોને લોકશાહી અધિકારો આપો. આ ઉપરાંત, રાજદ નેતા મનોજ ઝાએ પણ પ્રશ્નો ઉભા કર્યા હતા.

પહેલા રાજ્યપલ શાસન પછી લાગ્યું રાષ્ટ્રપતિ શાસન

રાજ્યમાં ભાજપ અને પીડીપીએ મળીને સરકારની રચના કરી હતી. ગયા વર્ષે, બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું હતું અને રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રાજીનામું આપ્યું હતું. આ પછી રાજ્યપાલે રાજ્ય પર શાસન કર્યું. આ સમયગાળા દરમિયાન પીડીપીએ નેશનલ કોન્ફરન્સના સાથે મળીને સરકાર બનવાની નિષ્ફળ કોશિશ કરી હતી. રાજ્યપાલ શાસનના 6 મહિનાના કાર્યકાળમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવામાં આવ્યું છે, જેનું 3 જુલાઇએ 6 મહિનાનું કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યું છે.