દિલ્હીની બોર્ડરમાં સરકારને પોતાનો કૃષિ કાયદો પરત લેવા ફરજ પાડનાર ખેડૂતો હવે પંજાબની રાજનીતિમાં પ્રવેશ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ગુરનામ સિંહ ચઢૂનીએ શનિવારે અહીં પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરી છે.
આ પણ વાંચો – 71ના યુદ્ધની કહાની / જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા ભારત સામે આવી રહ્યું હતું ત્યારે રશિયાએ આ રીતે રોક્યો હતો
આપને જણાવી દઇએ કે, ગુરનામ સિંહ ચઢૂનીએ તેમની પાર્ટીનું નામ ‘સયુક્ત સંઘર્ષ પાર્ટી’ રાખ્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે, 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણી તેમની પાર્ટી વતી લડવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો ઉદ્દેશ્ય રાજકારણમાં જોડાઈને અમીર બનવાનો નથી, પરંતુ સામાન્ય લોકો માટે સરકાર બનાવવાનો છે. જણાવી દઇએ કે, આજે તેમણે પોતે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આની જાહેરાત કરી હતી. રિછપાલ સિંહ જોડામાજરા પાર્ટીનાં નવા નિયુક્ત વડા બન્યા. ચઢૂનીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય અમીર બનવાનો નથી. તેમણે કહ્યું- ‘હવે રાજકારણ પ્રદૂષિત થઈ ગયું છે અને તેને બદલવાની જરૂર છે. મૂડીવાદને પ્રોત્સાહન આપનારા નીતિ નિર્માતાઓ, મૂડીવાદીઓની તરફેણમાં નીતિઓ બનાવવામાં આવી રહી છે. સામાન્ય માણસ, ગરીબો માટે કંઈ કર્યું નથી. તેથી, અમે અમારી નવી પાર્ટી શરૂ કરી છે. આ અંતર્ગત ખેડૂતો પોતે પોતાનો અવાજ ઉઠાવશે અને ચૂંટણીમાં ઉભા રહેશે. આપને જણાવી દઈએ કે, ગુરનામ સિંહ ચઢૂની હરિયાણાથી ભારતીય કિસાન યુનિયનનાં નેતા રહી ચૂક્યા છે. તેમણે આજે ચંદીગઢમાં સવારે 11 વાગે પત્રકાર પરિષદ યોજીને પોતાના રાજકીય પક્ષની શરૂઆતની જાહેરાત કરી હતી. તેમણે પંજાબથી તેમના ચૂંટણી મિશન 2022ની શરૂઆત કરી છે. આની જાહેરાત કરતા ભારતીય કિસાન યુનિયનનાં નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું છે કે, તેઓ હરિયાણા છોડીને પંજાબ નહીં જાય. તે મિશન પંજાબ હેઠળ પંજાબમાં પોતે ચૂંટણી લડશે નહીં, પરંતુ ચૂંટણી લડાવશે. ચઢૂની કહે છે કે ખેડૂત પોતાની સરકાર કેમ બનાવી ન શકે. તેમણે કહ્યું કે, ખેડૂતો અમારી સાથે આવે અને પોતે ચૂંટણી લડે.
Politics has become polluted. There's a need to change it. Policymakers promoting capitalism, policies are being framed to favour capitalists. Nothing is done for common man, the poor. So, we're launching our new party, Sanyukt Sangharsh Party: Farmer leader Gurnam Singh Charuni pic.twitter.com/UfrESwibzx
— ANI (@ANI) December 18, 2021
આ પણ વાંચો – કોન્ડોમનો જથ્થો મળી આવ્યો / ભાવનગરમાં ગટર ઉભરાતાં કોન્ડોમનો જથ્થો મળી આવ્યો, જાણો શું છે કારણ?
ઉલ્લેખનીય છે કે, પંજાબ વિધાનસભાની ચૂંટણી આ વખતે ઘણી રસપ્રદ બની રહી છે. એક તરફ જ્યાં નવી પાર્ટીઓ બની રહી છે ત્યાં નવા ગઠબંધનની જાહેરાત પણ થઈ રહી છે. ગઈકાલે (શુક્રવારે) ભાજપ અને કેપ્ટન અમરિન્દર સિંહની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. એ જ રીતે શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટી અને સત્તાધારી કોંગ્રેસે હજુ સુધી કોઈની સાથે ગઠબંધન કર્યું નથી. દરમિયાન ગુરુનામ સિંહ ચઢૂનીની નવી પાર્ટી નવા સમીકરણો બનાવી શકે છે.
