Ahmedabad News/ ચંડોળામાં તોડકામ બાદ સાહેબોને ખબર પડી આ દિવાલ ન બનાવાય, સર્વે વિના જ 3 કરોડમાં દિવાલ બનાવવા લાગ્યા

સૌથી પહેલા જગ્યાની માપણી અને સર્વે કરી અને ત્યારબાદ જ કામગીરી કરવાની સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

Gujarat Ahmedabad

Ahmedabad News : ચંડોળામાં સાહેબોને ગયા પછી ખબર પડી આ દિવાલ ના બનાવાય:માપણી-સર્વે વિના જ 3 કરોડમાં દિવાલ બનાવવા લાગ્યા, 24 કલાકમાં કામ બંધ, મટીરીયલ ને મેનપાવરનો ખર્ચ પાણીમાં

અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે ઝૂપડા અને બાંધકામ તોડીને પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી હોવાનું દર્શાવ્યું છે. પરંતુ આ ગેરકાયદે બાંધકામ તોડ્યા બાદ કોઈ નક્કર આયોજન વગર કામગીરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ચંડોળા તળાવની કામગીરી બંધ થતા સવાલો ઉભા થયા છે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી. કોર્પોરેશન અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત બાદ ચંડોળા તળાવમાં 2 મેના રોજ 3 કરોડના ખર્ચે શરૂ કરાયેલું પ્રિ- કાસ્ટ દિવાલ બનાવવાનું કામ હવે એક દિવસ બાદ એટલે કે 3 મેથી બંધ કરવામાં આવ્યું છે.
સૌથી પહેલા જગ્યાની માપણી અને સર્વે કરી અને ત્યારબાદ જ કામગીરી કરવાની સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 29 અને 30 એપ્રિલ એમ બે દિવસ બાંધકામો દૂર કર્યા બાદ ઇસનપુર તરફથી ચંડોળા તળાવમાં દૂર કરાયેલા બાંધકામ નજીક પ્રિ-કાસ્ટ દિવાલ ઊભી કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી .જે એક જ દિવસમાં બંધ કરી દેવામાં આવી છે.

ચંડોળા તળાવની કામગીરી મુદ્દે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ચંડોળા તળાવનું અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યું છે. ખૂબ મોટા પ્રમાણમાં જે સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે. તેના ઉપર કાર્યવાહી કરી છે. એક જ રાતમાં આ નિર્ણય લેવાયો નથી પરંતુ છ થી આઠ મહિનાની તૈયારી કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કાર્યવાહીનું આયોજન ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે કોઈ એવી વાત કરતું હોય કે કામગીરી બંધ થઈ ગઈ હોય તો એ હકીકત નથી.પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરાશે. જેના માટેનો સર્વે પણ થઈ ગયો છે. ચંડોળા તળાવ ભરવામાં આવશે અને જેના માટે પ્રોટેકશન વોલ તૈયાર કરાશે. તે તૈયાર કરવામાં આવશે.હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સૌથી પહેલા કેટલી જમીનમાં બાંધકામ દૂર થયું છે અને ક્યાં દીવાલ બનાવવાની છે તેની માપણી અને સર્વે કરી રહ્યું છે. જે બાદ દીવાલ બનાવવામાં આવશે ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે એમ પહેલા સર્વે કે માપણી કરી નહીં અને મશીનરી અને મેનપાવર ઉતારી દીવાલ પણ બનાવી દેવામાં આવી હતી.

ચંડોળા તળાવ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ બંનેની ઉતાવળના કારણે અને નક્કર આયોજન વિના અધુરી કામગીરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે ચંડોળા તળાવમાં ફેઝવાઇઝ બાંધકામો દૂર થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરી બાદ ઇસનપુર તરફ ચંડોળા તળાવમાં તોડવામાં આવેલા બાંધકામોનો કાટમાળ દૂર કરી વચ્ચે દીવાલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે કોઈપણ માપણી અને બાઉન્ડ્રી નક્કી કર્યા વિના દીવાલ બની હોવાનું સામે આવ્યું હતું.ચંડોળા તળાવ રાજ્ય સરકાર હસ્તગત જગ્યા છે.

પરંતુ કોર્પોરેશન મારફતે રૂ. ત્રણ કરોડના ખર્ચે અંદાજિત બે કિલોમીટર લાંબી આ દિવાલ બનાવવાની શરૂઆત થઈ હતી. રાજ્ય સરકાર હસ્તગત ચંડોળા તળાવ 1200 ફેક્ટર વિસ્તારમાં ફેલાયું છે. મેગા ડિમોલિશનના નામે મોટા પોલીસ કાફલા મશીનરીઓ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. પરંતુ આ જગ્યા અંગે કોઈ માપણી થયેલી નથી. માત્ર જે જગ્યા ઉપર ઝૂંપડાઓનું બાંધકામ તોડવામાં આવ્યું છે તે કાટમાળ અને હજી પણ તળાવમાં થયેલા દબાણોની વચ્ચે દિવાલ ઊભી કરી દેવામાં આવનાર હતી.

જોકે આ દિવાલ બનાવવા પાછળ પણ અનેક સવાલો ઊભા થયા હતા કે ત્રણ કરોડના ખર્ચે દિવાલ બનશે. પરંતુ શા માટે અડધા દબાણો દૂર કરાયા છે અને હજી બાકીના દબાણો દૂર કરાયા વિના જ દિવાલ બનાવવામાં આવી રહી છે.હર્ષ સંઘવીએ આગળ જણાવ્યું કે, અત્યારે પહેલા તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે હવે પછીનું આયોજન બીજા અને ત્રીજા તબક્કાની કામગીરી શરૂ કરવાનું છે. અમે પહેલાથી કોઈપણ પ્રકારનું આયોજન ડિકલેર કરવાના નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારનું આયોજન છે તે મુજબ કામગીરી થશે. બીજા અને ત્રીજા તબક્કા સુધી આ કામગીરી ચાલવાની છે અને જેટલી જગ્યા ઉપર અતિક્રમણ થયું છે એ તમામ દૂર કરવામાં આવશે.

આ જગ્યાને ડેવલપ કરવા પણ અમારી જે કટિબદ્ધતા છે તે તમે આવનાર દિવસોમાં જોઈ શકશો. કોઈ રાજકીય પક્ષ કહે કે ખૂબ મોટો ઉપાડે કાર્યવાહી કરીને કામ બંધ કરી દીધું છે તો તેવું કંઈ જ નથી. જો મોટો ઉપાડે કામ શરૂ કર્યું હોત તો હાઇકોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો હોત. પરંતુ લીગલી તમામ આસ્પેક્ટ જોયા બાદ કામગીરી થઈ રહી છે અને આગામી દિવસોમાં પણ કામગીરી કરવામાં આવશે.

આ વિષય માત્ર ચંડોળા તળાવ પૂરતો સીમિત નથી. પરંતુ આખા ગુજરાતમાં જ્યાં પણ ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1000 જેટલા લોકોની સામે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ તબક્કાવાર રીતે જેમણે ગેરકાયદેસર દબાણો કર્યા છે.તેની સામે પગલાં લેવાશે. બાંગ્લાદેશો સામે જે અભિયાન કરવામાં આવી રહ્યું છે તે આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિંગાપોરમાં ભારતીય મૂળના વિપક્ષી નેતાને સંસદમાં ખોટું બોલવા બદલ લાખોનો દંડ, ભારતમાં શું થાય?

આ પણ વાંચો:સિંગાપોર પોલીસ સાથે ગેરવર્તનનો આરોપ, ભારતીય મૂળના 4 લોકો સામે કેસ નોંધાયો

આ પણ વાંચો:PM મોદી આજે સિંગાપોરની મુલાકાત લેશે, સંરક્ષણ અને ઉર્જા મામલે મહત્વની ચર્ચા