Political/ કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવતુ જીલ્લા ભાજપ, આટલાં કોંગી કાર્યકરોએ ધારણ કર્યો ભગવો

કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવતુ ડાંગ જીલ્લા ભાજપ, આટલાં કોંગી કાર્યકરોએ ધારણ કર્યો ભગવો

Top Stories Gujarat Others

@ઋષ્યંત શર્મા, નવસારી.

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ મુક્ત ભારતના સેવેલ સ્વપ્ન ને આગળ ધપાવતુ કાર્ય ગુજરાતમાં સાકાર થઈ રહ્યું હોય એમ કોંગી આગેવાનો એક પછી એક ભાજપાની કંઠી ધારણ કરીને ભાજપને મજબૂતી તરફ લઈ જઈ રહ્યા છે. જેમાં નવા વરાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની દિવસ રાત ની મહેનત રંગ લાવી રહી છે એવા સુર પણ ક્યાંક ઉઠી રહ્રયા છે.

diplomacy / ભારતની ‘રસી મુત્સદ્દીગીરી’,  જે નેપાળ અને બાંગ્લ…

નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લાની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ  નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તરોમાં રાજકીય પલટો આવ્યો છે જિલ્લાના ખેરગામ તાલુકામાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત 40જેટલા કોંગી કાર્યકરોએ આજે વિધિવત ભાજપ માં પ્રવેશ કર્યો છે વિવિધ વિકાસના કામો નું ખાતમુહરત અને લોકાર્પણ પ્રસંગે આવેલા ગણદેવી ચીખલી ના ધારાસભ્ય અને ભજપા ના જિલ્લાના પ્રમુખે સર્વે જોડાયેલા કાર્યકરો ને ખેસ પહેરાવી આવકાર્યા હતા.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…