Amreli News/ અમરેલી જિલ્લામા આવેલ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મોટી તિરાડો, વાહન ચાલકોમાં રોષ

એક સાઈડ બ્રિજ નીચે બેસી જવાના કારણે ફોરવિલ સહિત વાહન ચાલકો રીતસર ઉછળી ઉછળી પસાર થઈ રહ્યા છે

Gujarat

Amreli News : અમરેલી જિલ્લામા આવેલ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેનું થોડા સમય પહેલા કરોડોના ખર્ચ નિર્માણ થયું છે. પરંતુ આ રોડ ફાટી ગયો છે અને મોટી તિરાડો પડી ગઈ છે. ઉપરાંત ચારનાળા નજીક તો એક સાઈડ બ્રિજ અંદર ઉતરી જતા વાહન ચાલકો બ્રિજ પર ઉછળી રહ્યા છે .જેને પગલે વાહન ચાલકોમાં રોષ ફેલાયેલો છે.  આ અંગે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે.

વડોદરા ગંભીરા બ્રિજ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં માર્ગ મકાન વિભાગ અને વિવિધ વિભાગના તંત્ર એક્સન મોડમાં આવી માર્ગોની મરામત શરૂ કરી તો કેટલાક માર્ગો બ્રિજ બંધ કરી એજન્સીઓને નોટિસ આપવામાં આવી રહી છે આ વચ્ચે અમરેલી જિલ્લામા આવેલ રાજુલા જાફરાબાદ કોસ્ટલબેલ્ટ વિસ્તારમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે કરોડોના ખર્ચ કરી તૈયાર કરવામા આવ્યો છે લોકાર્પણ થાય તે પહેલા રાજુલાના ચારનાળા નજીક આવેલ બ્રિજ પર બંને સાઈડમાં રોડ ફાટી ગયો જેના કારણે વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે.

એક સાઈડ બ્રિજ નીચે બેસી જવાના કારણે ફોરવિલ સહિત વાહન ચાલકો રીતસર ઉછળી ઉછળી પસાર થઈ રહ્યા છે અકસ્માત થવાની પુરી શકયતા અહીં જોવા મળી રહી છે વાહન ચાલકોએ કહ્યું સરકારએ પગલાં લેવા જોઈએ બેકાર કામો છે મોટી દુર્ગટના બનશે તો નિર્દોષ લોકોના જીવ લેવાશે

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે હોવાથી દિવ સોમનાથ સહિત પ્રવાસન સ્થળ હોવાથી ગુજરાત સહિત અલગ અલગ રાજ્યના લોકો આ નેશનલ હાઇવેથી પસાર થાય છે ત્યારે વાહન ચાલકો કહે છે અહીં ભાવનગરથી ઉના સુધી આવી હાલત છે તંત્ર રૂપિયા ખાય છે વડોદરાની ઘટના બની હતી સરકાર હવે આમાં ધ્યાન આપે તેવી માંગ સાથે આક્રોશ સાથે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે.

મોટો ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કારણે માર્ગ પર તિરાડી પડી ગઈ છે બીજી તરફ અહીં એક સાઈડ બ્રિજ બેસી જવાના કારણે વાહન ચાલકો ઉછળી રહ્યા છે. પુર પાટ સ્પીડમાં આવતા વાહન નાના મોટા ફોરવ્હિલ સહિત ચાલકો અહીં બેસી ગયેલા બ્રિજ પર પસાર થાય છે ત્યારે ઓચિંતા છલાંગ મારે છે.

પરેશ પરમાર, અમરેલી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી! રાજકોટ પોલીસનું ધ્યાન દોરતા દીકરીઓને સાસરે વળાવી

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું

આ પણ વાંચો: રાજકોટમાં CMની સલાહને ઘોળીને પી ગયા અધિકારીઓ, કલેકટર કચેરીમાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, કલેકટર કચેરીમાં વીજળીના વેડફાટના દ્રશ્યો આવ્યા સામે,