Bhavnagar News/ IPL ટિકિટ મુદ્દે ભાવનગર ભાજપમાં વિવાદ: કાર્યકરોમાં રોષ, વિધાનસભા સુધી ગાજ્યો મામલો

IPL ટિકિટો (IPL tickets)ના વિતરણ મુદ્દે ભાવનગર ભાજપમાં અસંતોષ ફાટી નીકળ્યો, કાર્યકરો સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
IPL tickets મુદ્દે ભાવનગર ભાજપમાં ઉકળાટ, જાણો મામલો

Bhavnagar News: ભાવનગર ભાજપમાં IPL ટિકિટો (IPL tickets)ના વિતરણને લઈને ભારે વિવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં રમાયેલી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ની મેચ બાદ પાયાના અને સક્રિય કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાર્યકરોનો આક્ષેપ છે કે સંગઠનમાં સક્રિય રીતે કામ કરતા લોકોને ટિકિટોથી વંચિત રાખવામાં આવ્યા, જ્યારે નિષ્ક્રિય લોકો સુધી ટિકિટો પહોંચી ગઈ હતી. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ કાર્યકરોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે.

IPL tickets અંગે સોશિયલ મીડિયા પર ઠાલવ્યો બળાપો

ટિકિટ (IPL tickets) ન મળતા અનેક કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. જેના કારણે ભાજપનો આંતરિક અસંતોષ જાહેરમાં સામે આવ્યો છે. સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કે IPL જેવી હાઈપ્રોફાઈલ મેચોની ટિકિટોના વિતરણમાં પારદર્શકતા ન હોવાને કારણે પક્ષમાં અસંતોષ વધી રહ્યો છે.

વિધાનસભામાં પણ ગાજ્યો હતો મુદ્દો

આ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી ટી20 વર્લ્ડ કપ મેચોની ટિકિટોનો મુદ્દો પણ ગુજરાત વિધાનસભામાં ગાજ્યો હતો. અરવિંદ પટેલ (Arvind Patel)એ વિધાનસભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે ધારાસભ્યોને પણ મેચની ટિકિટો મળતી નહોતી. તેમણે રમતગમત મંત્રી સમક્ષ પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.

તે સમયે રાજ્ય સરકારના પ્રવક્તા Jitu Vaghani એ કહ્યું હતું કે આગામી સમયમાં ધારાસભ્યો અને તેમના પરિવાર માટે મેચ જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પક્ષમાં આંતરિક ખેંચતાણ વધવાની શક્યતા

ભાવનગર ભાજપમાં સર્જાયેલા આ વિવાદ બાદ હવે આગામી સમયમાં સંગઠનમાં આંતરિક અસંતોષ અને ખેંચતાણ વધે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કાર્યકરોમાં ઉદ્ભવેલો રોષ પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો:આજે IPL ફાઈનલ : સમાપન સમારોહની થીમ ઓપરેશન સિંદૂર, ઓનલાઈન 80 હજાર ટિકિટોનું વેચાણ

આ પણ વાંચો:IPL ફાઇનલની ટિકિટો ગણતરીના કલાકોમાં વેચાઇ ગઇ,જાણો વિગત

આ પણ વાંચો:અમદાવાદમાં IPLની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન મોડે સુધી દોડાવવામાં આવશે