Not Set/ ઘુસણખોરોને મદદ કરવા માટે પાકિસ્તાને PoKમાં કોમ્યુનિકેશન હબ બનાવ્યું

કહાવત છે ને કે “કુતરાની પુછળી 12 વર્ષ પણ દાટી રાખો, તો પણ બહાર કાઢો એટલે વાંકીને વાંકી જ રહે” બસ પાકિસ્તનનું પણ આવું જ છે. આતંકનાં જન્મદાતા પાકિસ્તન માટે આતંક એક્સપોર્ટ કરવો તે મોટામાં માટો ધંધો છે. અને જો આ ધંધો બંધ થઇ જાય તો પાકિસ્તાન ભૂખે મરે તે વાત પ્રતિત કરતી હરકતો આજ […]

Top Stories India

કહાવત છે ને કે “કુતરાની પુછળી 12 વર્ષ પણ દાટી રાખો, તો પણ બહાર કાઢો એટલે વાંકીને વાંકી જ રહે” બસ પાકિસ્તનનું પણ આવું જ છે. આતંકનાં જન્મદાતા પાકિસ્તન માટે આતંક એક્સપોર્ટ કરવો તે મોટામાં માટો ધંધો છે. અને જો આ ધંધો બંધ થઇ જાય તો પાકિસ્તાન ભૂખે મરે તે વાત પ્રતિત કરતી હરકતો આજ કાલ પાકિસ્તાન કરી રહ્યું છે. આમ પણ ભીખારી તો થય જ ગયુ છે.

ભારતીય સેનાએ ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં પાકિસ્તાની સૈન્ય સમર્થિત આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાન સેનાએ કેટલાક સમય માટે ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરનારા આતંકવાદીઓની પ્રવૃત્તિઓમાં વધારો કર્યો છે.

સેનાના સૂત્રોએ માહિતી આપી હતી કે, પાકિસ્તાને પાક કબજા હેઠળના કાશ્મીરમાં નીલમ ખીણનાં કાલી ઘાટી વિસ્તારમાં એક સ્થળોએ એક સંદેશાવ્યવહાર કેન્દ્ર પણ સક્રિય કર્યું છે, જેથી ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરનારા આતંકવાદીઓને મદદ મળી શકે.

50-60 કિ.મી.ની ક્ષમતા ધરાવતા કમ્યુનિકેશન હબથી ઘુસણખોરો એલઓસીની આ તરફથી પણ તેમના માર્ગદર્શકો સાથે વાતચીત કરી શકે છે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાની સેના દ્વારા કોઈ પણ પ્રકારની હિંમત ન થાય તે માટે એલઓસી પર ભારતીય સેનાની પોસ્ટ્સને એલર્ટ પર રાખવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.