Not Set/ પાકિસ્તાનની ગાજરની પીપુડી UNમાં ન વાગી, ભારતને સેન્સર કરવાનો પ્રયાસ નિષ્ફળ

યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ચીન-પાકિસ્તાનની આર્ટીકલ 370 મામલે વગાડવામાં આવી રહેલી પીપુણી ગાજરની પીપુણી સાબિત થઇ ગઇ છે અને આ મામલે વિશ્વસ્તર પર ભારતને સેન્સર કરવાનો પ્રયાસ નિષ્ફળ  ગયા છે. આજે UNSC (યુએન સિક્યુરિટી કાઉન્સિલ)ની બંધબારણે મળેલી બેઠક બાદ ભારતના રાજદૂત અને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન દ્વારા બેઠક પછી પોતાનાં નિવેદનમાં જણાવવામાં આવ્યુંં […]

Top Stories World

યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ચીન-પાકિસ્તાનની આર્ટીકલ 370 મામલે વગાડવામાં આવી રહેલી પીપુણી ગાજરની પીપુણી સાબિત થઇ ગઇ છે અને આ મામલે વિશ્વસ્તર પર ભારતને સેન્સર કરવાનો પ્રયાસ નિષ્ફળ  ગયા છે.

આજે UNSC (યુએન સિક્યુરિટી કાઉન્સિલ)ની બંધબારણે મળેલી બેઠક બાદ ભારતના રાજદૂત અને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન દ્વારા બેઠક પછી પોતાનાં નિવેદનમાં જણાવવામાં આવ્યુંં હતું કે, ભારત દ્વારા UNSCમાં આપણી રાષ્ટ્રીયતા બાબતની સ્થિતિ અને સ્ટેન્ડ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, ભારતીય સંવિધાનનાં આર્ટિકલ 370ને લગતી તમામ બાબત એ સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબત છે.

સૈયદ અકબરુદ્દીને તે પણ સ્પષ્ટા કરી હતી કે આ કોઈ બાહ્ય વિધિ નથી, ભારત સરકાર અને અમારા જનપ્રતિનીધીઓ દ્વારા તાજેતરમાં નિર્ણયો લેવામાં આવ્યો છે તેનો હેતુ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં લોકો માટે સામાજિક-આર્થિક વિકાસ વધે તે સુનિશ્ચિત કરવાનો છે અને સાથે સાથે સુશાસનને પ્રોત્સાહન આપવાનો છે.

યુએનમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીન તે પણ ઉમેર્યુ હતું કે અમે ધીમે ધીમે જમ્મુ-કાશ્મીરમાં હાલ પુરતા લગાવવામાં આવેલા તમામ નિયંત્રણો દૂર કરવા પ્રતિબદ્ધ છીએ. આ પરિવર્તન ભારતનો આંતરિક મસલો હોવાથી અમારા બાહ્ય લક્ષમાં કોઈ ફરક નહીં પડે. ભારત જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ શાંતિપૂર્ણ અને શાંતિપૂર્વક રહે તે સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.

સૈયદ અકબરુદ્દીન કહ્યું કે અમે નોંધ્યું છે કે UNSCમાં કેટલાક એવા હતા, જેમણે પરિસ્થિતિ પ્રત્યે અલાર્મિસ્ટ અભિગમ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે જમીનની વાસ્તવિકતાથી ઘણો દૂર છે. ખાસ ચિંતાની વાત એ છે કે ભારતનાં એક રાજ્યમાં તેમના નેતાઓ સહિતનાં લોકો હિંસા સાથે ‘જેહાદ’ની પરિભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.

જ્યારે પાકિસ્તાની પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે, “તમે ક્યારે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરશો? ” ત્યારે યુએનમાં ભારતનાં રાજદૂત સૈયદ અકબરુદ્દી દ્વારા કહેવામાં આવ્યું કે “તો, હવે હું તમારી ત્રણેયની પાસે આવીને હાથ મિલાવીને પ્રારંભ કરું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.