Dahod News/ દાહોદમાં સરકારી વસાહત જર્જરિત હાલતમાં, ૪૫ પરિવારો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે

સરકારી બ્લોકની ઇમારતો એટલી બિસ્માર છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે

Gujarat

Dahod News : દાહોદ શહેરમાં સરકારી વર્ગ ત્રણના કર્મચારીઓ માટેની સરકારી વસાહત અત્યંત જર્જરિત હાલતમાં છે, જેને કારણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે.આ વસાહતમાં લગભગ ૪૫ પરિવારો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.સરકારી બ્લોકની ઇમારતો એટલી બિસ્માર છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે. છત પરથી પોપડાં ઉખડી ગયા છે અને સળિયા પણ ખુલ્લા દેખાય છે. બીજા માળે જવાની સીડી પણ ખરાબ હાલતમાં છે.બિલ્ડિંગની બહારની બાજુએ જાણે કૃત્રિમ જંગલ ઉગી નીકળ્યું હોય તેવી સ્થિતિ છે.

દિવાલો અત્યંત જૂની અને જર્જરિત લાગે છે.કેટલાક જર્જરિત બ્લોક ખાલી કરાવી દેવાયા છે, પરંતુ તે હજુ પણ ઊભા છે અને ગમે ત્યારે પડી જવાની સંભાવના છે, જે આજુબાજુ રહેતા પરિવારો માટે જોખમરૂપ છે.વસાહતમાં સ્વચ્છતાનો અભાવ છે. સ્ટ્રીટ લાઇટો બંધ છે અને બિલ્ડિંગ નીચેના લાઇટના મીટરો પણ ખુલ્લી હાલતમાં છે. બાલ્કની આજુબાજુ જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે, જેના કારણે ઝેરી જીવજંતુઓનો ભય રહે છે. ફાયર સેફટીનો પણ અભાવ છે, જે આગ લાગવાની સંભાવના વધારે છે.

અહીં રહેતા કર્મચારીઓના પરિવારોનું કહેવું છે કે તેમણે અનેકવાર અધિકારીઓને રજૂઆતો કરી છે. અધિકારીઓ ફક્ત સ્થળની મુલાકાત લઈ, ડાયરીમાં નોંધ કરી અને ખાનાપૂર્તિ કરીને જતા રહે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના R&B વિભાગે બ્રિજોનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું અને સમારકામ પણ કરાવ્યું હતું.

જોકે, દાહોદમાં R&B વિભાગ હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે. આ સરકારી વસાહતમાં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક સમારકામ અથવા નવા આવાસોની વ્યવસ્થા કરવી અત્યંત આવશ્યક છે, જેથી નિર્દોષ પરિવારોનો જીવ જોખમમાં ન મુકાય.

નઈમ મુંડા, દાહોદ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવતુ સ્માર્ટ મીટરિંગ

આ પણ વાંચો:જામનગર શહેરમાં સ્માર્ટ મીટર મામલે ‘આપ’ નું કલેક્ટરને આવેદન

આ પણ વાંચો:સ્માર્ટ મીટરના વિરોધની ઝાળ સૌરાષ્ટ્ર સુધી પહોંચી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વિરોધ