Ahmedabad News/ અમદાવાદમાં ED સેટિંગના નામે ₹3.18 કરોડની છેતરપિંડી

અમદાવાદ (Ahmedabad)માં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના નામે સેટિંગ કરાવી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud)કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad)માં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના નામે સેટિંગ કરાવી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud)કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)માં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના નામે સેટિંગ કરાવી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud)કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં વિષ્ણુ કાંતીલાલ આંગડિયા (Angadia) પેઢીના માલિક સાંકળચંદ પટેલ (Sankalchand Patel)સાથે આશરે ₹3.18 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ ડિસેમ્બર-2024 દરમિયાન આંગડિયા (Angadia) પેઢી પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આશરે ₹11.10 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક શખસોએ પોતાને પ્રભાવશાળી જણાવી EDમાં સેટિંગ કરાવી કેસમાં રાહત અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આરોપ છે કે આ બહાને પાંચ લોકોની ટોળકીએ તબક્કાવાર રીતે કુલ ₹3.18 કરોડ પડાવી લીધા હતા. માત્ર એટલું જ નહીં, બાદમાં દબાણ વધારવા માટે બોગસ કરાર તૈયાર કરી આશરે ₹13.20 કરોડની નોટિસ પણ મોકલવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ સમગ્ર મામલે વિજય પટેલ, દર્શન વેદ, સુધાંશુ ઝા સહિત પાંચ આરોપીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કૌભાંડની વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીઓએ અન્ય કોઈ વ્યક્તિ કે વેપારીને પણ આવી જ રીતે નિશાન બનાવ્યા છે કે નહીં.

પ્રાથમિક તપાસમાં આ કેસ માત્ર નાણાકીય છેતરપિંડી પૂરતો મર્યાદિત નથી, પરંતુ સરકારી એજન્સીના નામનો દુરુપયોગ કરીને વિશ્વાસમાં લઈ કરોડોની ઉઘરાણી કરવાનો ગંભીર પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.


આ પણ વાંચો : ગાંધીનગરમાં કરોડોની છેતરપિંડી બાદ જીવલેણ હુમલો, RTDCમાં ચેરમેન બનાવવાના નામે રૂપિયા લીધાનો આક્ષેપ; 11થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી

આ પણ વાંચો : NEET માં સોલ્વર ગેંગનો પર્દાફાશ; કેવી રીતે બાયોમેટ્રિક સુરક્ષામાં કરવામાં આવી છેતરપિંડી?

આ પણ વાંચો : પૂર્વ PM આઈ.કે. ગુજરાલના પુત્ર સાથે ₹7.8 કરોડની સાયબર છેતરપિંડી