Bharuch News/ ભરૂચના જંબુસરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોમાં ખુશીની લહેર

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતા વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંંતાના વાદળો ઘેરાયા હતા. પરંતુ આજે સુરત, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્ર્ના સરહદી વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે. ત્યારે ભરૂચમાં પણ બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Gujarat Others Breaking News
BHARUCH

Bharuch News: હવામાનમાં આવેલા અચાનક પલટા બાદ ભરૂચ જિલ્લાના જંબુસરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ જંબુસર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદના કારણે સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ જગતનો તાત પણ હરખાયો છે.

વરસાદ(Rain)થી બજારોમાં ભરાયા પાણી, વાહનચાલકો અટવાયા

સુરત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા પછી ભરૂચ (Bharuch)માં પણ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ટૂંક સમયમાં પડેલા ભારે વરસાદના કારણે જંબુસરના નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ વરસાદ અમુક અંશે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી લાવ્યો છે, પરંતુ ખેડૂતો (Farmer)માટે આકાશી અમૃત સમાન સાબિત થયો છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ચાલુ સીઝનના પાક માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.


આ પણ વાંચો:  ચૈતર વસાવાને વધુ એક કાનૂની ઝટકો,  29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર થવાનો આદેશ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી: નવસારી-વલસાડમાં વરસાદ

આ પણ વાંચો: સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર, જાણો ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ? IMDએ આપી માહિતી