Not Set/ દક્ષિણ ગુજરાતને ધમારતો મેધો, સુરત પર પણ સાંબેલાધાર વરસ્યો

દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મુકી આવિરત વરસી રહ્યો છે. આ પૂર્વેનાં રાઉન્ડમાં પણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ નોંધવામા આવ્યો હતો, ત્યારે આ ચીલો ચાલું રાખતા આ વખતનાં રાઉન્ડમાં પણ મેઘો દક્ષિણ ગુજરાત પર ઓળધોળ જોવા મળ્યો છે.  પાછલા 5 દિવસથી મેઘાની ઇનીંગ આવી રત ચાલી રહી છે. પાછલા 24 કલાકમાં વલસાડ જિલ્લાનાં […]

Top Stories Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મુકી આવિરત વરસી રહ્યો છે. આ પૂર્વેનાં રાઉન્ડમાં પણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ નોંધવામા આવ્યો હતો, ત્યારે આ ચીલો ચાલું રાખતા આ વખતનાં રાઉન્ડમાં પણ મેઘો દક્ષિણ ગુજરાત પર ઓળધોળ જોવા મળ્યો છે.  પાછલા 5 દિવસથી મેઘાની ઇનીંગ આવી રત ચાલી રહી છે. પાછલા 24 કલાકમાં વલસાડ જિલ્લાનાં ધરમપુરમાં 10 ઇંચ વરસાદ પડતા ગામનાં ગામ પાણી પાણી થઇ ગયા હતા. તો તમામ નદી બેં કાઠે જોવામા આવી રહી છે ત્યારે તમામ કોઝવે પાણીમાં ગરક થઇ રહ્યા છે.

ડાંગ જિલ્લાના અનેક ગામો અને વલસાડ જીલ્લામાં હજારો લોકો સંપર્ક વિહોણા થઇ ગયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ડાંગનાં વઘઇમાં 8 ઇંચ, વલસાડનાં કપરાડામાં 8, પારડીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે દમણગંગા, કોલક નદી બંન્ને કાંઠે વહી હતી. ઉપરવાસમાં 12 ઈંચ વરસાદ ખાબકતા ઔરંગા નદીમાં પૂર જોવા સ્થિતિ જોવામાં આવી રહી છે.

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેધો મન મુકીને વરસ્યો હોય તેમ આજે 4 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરમાં ભારે વરસાદનાં કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવામા આવ્યા હતા. તો અનેક રોડ પર ટ્રાફિકની સમસ્યા પણ જોવામાં આવી હતી. વડોદરામા ધમાકેદાર 11 ઇંચ ખાબક્યાની સાથે સાથે મેધો સુરત પર પણ સાંબેલાઘાર વરસ્યો હતો. મેધાની ઘમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ભારે આનંદનો માહોલ જોવામા આવી રહ્યો છે. લોકો તમામ મુશ્કેલી વેઠીને વરસાદ અવીરત વરસે તેવુ કહેતા જોવા મળ્યા હતો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.