Not Set/ લેટ નાઈટ જમવાથી આ બીમારીઓના ભોગ બની શકો છો

આજકાલ લોકોનું રોજીંદુ કામ એટલું વ્યસ્ત હોય છે કે તેમના જમવાનો સમય નિશ્ચિત નથી રહેતો.મોડા સુધી કામ કરવાને કારણે ડીનેરનો સમય ઘણી વાર 10 વાગ્યા કે એ પછીનો થઈ જતો હોય છે.જો કે રાત્રે 10 કલાક પછી ખાવાપીવાની આદતવાળી વ્યક્તિઓ  શરીર માટે અનેક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે. મોડી રાતે ખાવાને કારણે  સૌથી ખરાબ અસર […]

Health & Fitness

આજકાલ લોકોનું રોજીંદુ કામ એટલું વ્યસ્ત હોય છે કે તેમના જમવાનો સમય નિશ્ચિત નથી રહેતો.મોડા સુધી કામ કરવાને કારણે ડીનેરનો સમય ઘણી વાર 10 વાગ્યા કે એ પછીનો થઈ જતો હોય છે.જો કે રાત્રે 10 કલાક પછી ખાવાપીવાની આદતવાળી વ્યક્તિઓ  શરીર માટે અનેક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે.

મોડી રાતે ખાવાને કારણે  સૌથી ખરાબ અસર પાચનશક્તિ પર પડે છે. જો નિયમિત રીતે મોડા જમવાનું થતું હોય તેમની પાચનશક્તિ ધીરેધીરે નબળી થઈ જાય છે. તેમને કબજિયાત, આંતરડાની બીમારી થઈ શકે છે. ભોજન પચે નહીં તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ તરીકે જામી જાય છે.

મોડી રાતે જમવાની ટેવ ધરાવનારને સૌથી મોટી સમસ્યા એસિડિટીની રહે છે.જે લોકોને આ સમસ્યા રહેતી હોય તેમણે મોડી રાત્રે કંઈજ ખાવું જોઈએ નહીં. મોડી રાત્રે જમવાથી ઊંઘ પણ બરાબર થતી નથી. આ અવસ્થા માનસિક સ્વાસ્થ્ય માટે પણ બરાબર નથી. મગજને પૂરતો  આરામ મળતો નથી અને તેના કારણે સ્વભાવમાં ફેરફાર થવા લાગે છે. એટલા માટે જ ઊંઘવાના સમયથી બે કલાક પહેલા જમી લેવું જોઈએ અને ત્યારબાદ થોડું ચાલવું જેથી ભોજન બરાબર રીતે પચી જાય.

શું કરવું જોઈએ…

રાત્રે ભોજનમાં હળવો અને શાકાહારી આહાર જ લેવો જોઈએ. રાત્રે ભોજન બાદ બ્રશ પણ કરવું જોઈએ. જો મોડી રાત્રે જમવું અનિવાર્ય જ હોય તો ધ્યાન રાખવું કે તેમાં ફાયબરનું પ્રમાણ વધારે ન હોય. આવી સ્થિતીમાં ભોજનમાં સલાડ અને લીલા શાકનો જ સમાવેશ કરવો. ભોજન કર્યા બાદ સુઈ પણ ન જવું. પાચનક્રિયા બરાબર થાય તે માટે થોડું ચાલવાની આદત રાખવી.

ડિનર રાત્રે 8 કલાક પહેલા કરી લેવું. જેથી ભોજન બરાબર પચી જાય અને ઊંઘ પણ બરાબર આવે. ડિનરમાં ક્યારેય મસાલેદાર વસ્તુઓ ન લેવી. તેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે. ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવું નહીં. રાત્રે હળવો ખોરાક જ લેવો પરંતુ જો ક્યારેય વધારે ભોજન લેવાય જાય તો 2 કલાક બાદ જ સુવું. ડિનર બાદ તુરંત સુઈ જવાથી સ્થૂળતા વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.