Not Set/ રાહુલ ગાંધીના આજના દિવસનો સંવાદ, જુઓ એક કલિકમાં !

પોરબંદર/અમદાવાદ, પોરબંદરમાં માછીમારો સાથે સંવાદ બાદ રાહુલ ગાંદી સીધા અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં દલિતોના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે જન સભા સંબોધી. જેમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર, નોટબંધી, જીએસટી, અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના મોટા નફા મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ શિક્ષણ સુવિધાને લઈને પણ સરકાર આકરા પ્રહાર […]

Top Stories
Rahul Gandhi l PTI રાહુલ ગાંધીના આજના દિવસનો સંવાદ, જુઓ એક કલિકમાં !

પોરબંદર/અમદાવાદ,

પોરબંદરમાં માછીમારો સાથે સંવાદ બાદ રાહુલ ગાંદી સીધા અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં દલિતોના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે જન સભા સંબોધી. જેમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર, નોટબંધી, જીએસટી, અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના મોટા નફા મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ શિક્ષણ સુવિધાને લઈને પણ સરકાર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ મોંઘુ થયું છે .90 ટકા યુનિવર્સિટી પ્રાઈવેટ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ ખેડૂતોની જમીન ટાટા નેનોને આપવામાં આવી સાથે જ નેનોની ફેક્ટરીને 33 હજાર કરોડ રૂપિયા પણ આપ્યા. ગુજરાતમાં માત્ર 5-10 ઉદ્યોગપતિઓનું ચાલે છે. 90 ટકા યુનિવર્સિટી પ્રાઈવેટ કરવામાં આવી. હજુ પણ 50 લાખ બેરોજગાર ગુજરાતમાં છે. 22 વર્ષ નરેન્દ્ર મોદીજીએ જે ગુજરાતમાં કર્યુ એ હવે તેઓ કેન્દ્રમાં કરી રહ્યા છે. ગુજરાતમાં 22 વર્ષમાં નરેન્દ્ર મોદી અને રૂપાણીએ દલિતો માટે શું કર્યું ? તેવો સવાલ પણ રાહુલે કર્યો. તો નોટબંધીને લઈને તેમણે કહ્યું કે નોટબંધી લાગુ કરીને મોદી સરકારે દેશભરના લોકોને લાઈનમાં લગાવી દીધા હતા અને હિન્દુસ્તાનના બધા ચોરોને કાળા નાણાંને સફેદ કરવાની તક આપી દીધી હતી.