ગુજરાત/ જૂનાગઢમાં મુસ્લિમ બિરાદારોએ ઈદ ઉલ અઝાની નમાઝ અદા કરી

જુમ્મા મસ્જિદના ખતીબે ઇમામ અલી મોહમ્મદ રેહમાનીએ જણાવ્યું કે, દેશમાં ભાઈચારો રહે અને કોમી એકતા સાથે તમામ તહેવારો ઉજવાય તેવી દુઆ કરવામાં આવી છે.

Gujarat Others
જુનાગઢ ઈદ

જૂનાગઢ શહેરનાં જુમ્મા મસ્જિદ અને શહેરની તમામ મસ્જિદોમાં ઈદ ઉલ અઝાની નમાઝ અદા કરવામાં આવી જ્યારે જુમ્મા મસ્જિદ ખાતે કોમી એકતા જોવા મળી હતી.

2.2 જૂનાગઢમાં મુસ્લિમ બિરાદારોએ ઈદ ઉલ અઝાની નમાઝ અદા કરી

આજે મુસ્લિમોનો પવિત્ર દિવસ છે. આજે દેશમાં ઈદ ઉલ અઝાની ઢેર ઢેર નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે જૂનાગઢના જુમ્મા મસ્જિદ સહિતની તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો એ નમાઝ અદા કરવામાં આવી હતી. જુમ્મા મસ્જિદના ખતીબે ઇમામ અલી મોહમ્મદ રેહમાનીએ જણાવ્યું કે,  દેશમાં ભાઈચારો રહે અને કોમી એકતા સાથે તમામ તહેવારો ઉજવાય તેવી દુઆ કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ  શહેર કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલ ધારાસભ્ય ભીખાભાઈ જોશી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પટોડીયા વી ટી સીડા સહિતનાઓ જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, જૂનાગઢ  શહેરમાં સુલે શાંતિ જળવાઈ રહે અને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય જેને ધ્યાને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે.

2.1 5 જૂનાગઢમાં મુસ્લિમ બિરાદારોએ ઈદ ઉલ અઝાની નમાઝ અદા કરી

આ પણ વાંચો : વડોદરામાં ચોરીનાં આરોપમાં મળ્યું મોત : બલજીતને માર મારવાનો અધિકાર કોને આપ્યો? જાણો સમગ્ર મામલો