Not Set/ કપિલ સિબ્બલે મોદી સરકારનાં પકડ્યા કાન, પુછ્યો સવાલ- 21 મી સદીમાં શું છે મોદી સરકારની સફળતા

કોંગ્રેસનાં દિગ્ગઝ નેતાઓ આ સમયે કોર્ટનાં દરવાજા પર દસ્તક આપી રહ્યા છે. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અને કર્ણાટક કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમાર આ સમયે કાયદાનાં શિકંજામાં છે. કોંગ્રેસની કાયદાકીય વિંગ પોતાના નેતાઓની સુરક્ષા માટે પ્રબળ પ્રયાસ કરી રહી છે. પરંતુ તેના હાથે ખુશી જાણે લખી જ નથી. આ બધાની વચ્ચે કપિલ સિબ્બલે ટ્વિટ દ્વારા વર્તમાન સરકારની નિષ્ફળતાઓ […]

Top Stories India
kapil sibal1 22 1503404818 કપિલ સિબ્બલે મોદી સરકારનાં પકડ્યા કાન, પુછ્યો સવાલ- 21 મી સદીમાં શું છે મોદી સરકારની સફળતા

કોંગ્રેસનાં દિગ્ગઝ નેતાઓ આ સમયે કોર્ટનાં દરવાજા પર દસ્તક આપી રહ્યા છે. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અને કર્ણાટક કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમાર આ સમયે કાયદાનાં શિકંજામાં છે. કોંગ્રેસની કાયદાકીય વિંગ પોતાના નેતાઓની સુરક્ષા માટે પ્રબળ પ્રયાસ કરી રહી છે. પરંતુ તેના હાથે ખુશી જાણે લખી જ નથી. આ બધાની વચ્ચે કપિલ સિબ્બલે ટ્વિટ દ્વારા વર્તમાન સરકારની નિષ્ફળતાઓ પર કટાક્ષ કર્યો છે.

સિબ્બલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 21 મી સદીમાં મોદી સરકાર દરમિયાન ભારતની સફળતા શું છે, જેના પર સરકાર પોતાને પીઠને થપથપાવી રહી છે. તેઓ કહે છે કે, એક બાઇકની કિંમત માત્ર 15 હજાર રૂપિયા છે પરંતુ દંડ 23 હજાર રૂપિયા છે. પ્રિંટ જર્નાલિસ્ટ પવન જયસ્વાલ પર કેસ નોંધાય છે કારણ કે તે બાળકોનો મીઠાની સાથે રોટલી ખાતાનો વીડિયો ન બનાવી શકે. જેએનયુ વહીવટીતંત્રએ રોમિલા થાપર પાસે તેની CV માંગ કરી છે. શક્તિશાળી ભારતનું અર્થતંત્ર હવે ભાંગી પડ્યુ છે.

અગાઉ કપિલ સિબ્બલે ટ્વિટ કરતા જણાવ્યુ હતુ કે, આ સરકારનો એજન્ડા એનઆરસી, કલમ 370 અને ત્રિપલ તલાક છે, જ્યારે સરકારનો એજન્ડા સ્વચ્છ પાણી, આરોગ્યપ્રદ હવા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને યુવાનો માટે નોકરી હોવી જોઈએ. તેમણે કહ્યું કે, હાલની સરકાર જોગવાઈથી નજીવા મુદ્દાઓ ઉઠાવીને સામાન્ય લોકોની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી નથી. અર્થવ્યવસ્થાની સ્થિતિ કોઈથી છુપાયેલી નથી. વૃદ્ધિનાં આંકડાઓનું પરિણામ જેની વાત કરવામાં આવી હતી તે બધાની સામે છે. આ સરકાર 8 ટકા વૃદ્ધિનો દાવો કરતી હતી. પરંતુ વર્તમાન ક્વાર્ટરનાં આંકડા આ સરકાર શું કરી રહી છે તેનાથી સ્પષ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.