પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Pakistan and Afghanistan)એકસમયના મિત્ર હવે દુશ્મન બન્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં સંઘર્ષ વધી રહ્યો છે. અફઘાનીસ્તાનના શરણાર્થીઓ સાથે પાકિસ્તાનમાં ખરાબ વર્તન થતું હોવાનું સામે આવતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાને શરણાર્થીઓને પરત મોકલવાની માંગ કરી છે. જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં છુપાયેલા ખતરનાક આતંકવાદીને સોંપવાની માંગ કરી છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરણાર્થી અને આતંકવાદી મામલે દુશ્મનાવટની ખાઈ ઊંડી બની રહી છે. રવિવારે પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વાના બન્નુ વિસ્તારમાં આતંકવાદી હુમલો થયો હતો. આ કથિત હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકવાદી અફઘાનિસ્તાનમાં છુપાયો હતો. અને આ જ કારણોસર પાકિસ્તાન અફઘાનિસ્તાનના શરણાર્થીઓને હેરાન કરી રહી હતી. મંગળવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અફઘાન રાજદ્વારી મિશનના વડાને બોલાવીને હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ ગુલ બહાદુરના પ્રત્યાર્પણની માંગ કરી હતી.
સોમવારે પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વાના બન્નુ વિસ્તારમાં આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં બે નાગરિકોના મોત થયા હતા, જ્યારે ત્રણ સુરક્ષા દળોના જવાનો સહિત 10 અન્ય લોકો ઘાયલ થયા હતા. સેનાએ આ હુમલાની જાણકારી આપતા કહ્યું કે મોટરસાઈકલ પર સવાર માણસોએ આ આત્મઘાતી હુમલો કર્યો હતો. હુમલો કરનાર આંતકવાદીની ઓળખ કરવામાં આવ્યા મુજબ તેઓ અફઘાન નાગરિક હોવાનું સામે આવ્યું છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોના જવાનના કાફલાને નિશાન બનાવતા હુમલામા જવાનો સાથે નાગરિકોના મૃત્યુ પણ થયા. જો કે અફઘાન રાજદ્વારીએ હુમલાની સખત નિંદા કરી હતી. એક ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનના પ્રતિનિધિએ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. જેમાં બન્નુ હુમલાની ઝીણવટભરી તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગનો સમાવેશ થાય છે. અફઘાન તાલિબાનના પ્રતિનિધિને હાફિઝ ગુલ બહાદુરને પકડીને પાકિસ્તાનને સોંપવાનું કહેવામાં આવ્યું હતું.
જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવી છે ત્યારથી પાકિસ્તાન (Pakistan and Afghanistan)સાથેના સંબંધો વધુ વણસ્યા છે. પાકિસ્તાનના અફઘાન શરણાર્થીઓ સાથએના વ્યવહારથી તાલિબાન અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ જોવા મળી. પાકિસ્તાન જે રીતે અફઘાન શરણાર્થીઓને તેના દેશમાંથી અફઘાનિસ્તાન પરત મોકલવાની કાર્યવાહી કરી છે, તેનાથી તાલિબાન વધુ નારાજ છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા અફઘાનિસ્તાન તરફથી પણ કાર્યવાહી કરવામાં આવતા પાકિસ્તાન દંગ થઈ ગયું. અફઘાનિસ્તાને હજારો પાકિસ્તાની ટ્રકોને રોકી હતી. આ ટ્રકો પાકિસ્તાનથી અફઘાનિસ્તાન આવી રહેલી ટ્રક છે, જેને તોરખામ બોર્ડર પર રોકવામાં આવી હતી. આ પ્રક્રિયામાં પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેનો વેપાર પણ બંધ કરી દીધો હતો.
આ પણ વાંચો : ડાયમંડ સીટીમાં રોગચાળાનો અજગરી ભરડો, ઝેરી મેલેરિયા થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત
આ પણ વાંચો : Silkyara Tunnel/ સિલ્કયારા ટનલમાંથી બહાર આવેલા શ્રમિકો માટે બીજી ‘સિલ્કયારા ટનલ’ તૈયાર
આ પણ વાંચો : Uttarkashi Rescue Operation/ 422 કલાક, કેવી રીતે પાર પડ્યું આ ઓપરેશન; જાણો 17 દિવસની 17 વાર્તા