Not Set/ ગુજરાત/ એક કબૂતર પકડો, એક હજાર રૂપિયા લો, વહીવટી તંત્રના નાકમાં દમ લાવ્યા કબૂતરો

એક કબૂતર પકડો, અને એક હજાર રૂપિયાનું ઇનામ મેળવો. આ ઓફર કોઈ ખેડૂત અથવા શિકારી દ્વારા નથી આપવામાં આવી, પરંતુ ગુજરાતના વડોદરામાં 160 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા આવેલા એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. એરપોર્ટ બિલ્ડિંગમાં 25 મીટરની ઉંચાઈએ, 16 કબૂતરો પોતાના માળા બનાવ્યા છે. અને તેનાથી એરપોર્ટ ઓથોરિટી પરેશાન છે. કબૂતર એ સ્વચ્છતા […]

Gujarat Vadodara
download 3 ગુજરાત/ એક કબૂતર પકડો, એક હજાર રૂપિયા લો, વહીવટી તંત્રના નાકમાં દમ લાવ્યા કબૂતરો

એક કબૂતર પકડો, અને એક હજાર રૂપિયાનું ઇનામ મેળવો. આ ઓફર કોઈ ખેડૂત અથવા શિકારી દ્વારા નથી આપવામાં આવી, પરંતુ ગુજરાતના વડોદરામાં 160 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા આવેલા એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. એરપોર્ટ બિલ્ડિંગમાં 25 મીટરની ઉંચાઈએ, 16 કબૂતરો પોતાના માળા બનાવ્યા છે. અને તેનાથી એરપોર્ટ ઓથોરિટી પરેશાન છે.

કબૂતર એ સ્વચ્છતા અને સલામતી બંનેની દ્રષ્ટિએ સત્તા માટે માથાનો દુખાવો બની રહ્યા છે. આથી કબૂતરોને પકડવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા અપીલ કરવામાં આવી છે. એરપોર્ટના ડિરેક્ટર ચરણસિંઘનું કહેવું છે કે અમે કબૂતરોને મારવામાં વિશ્વાસ કરતા નથી, તેથી વૈકલ્પિક સમાધાનની શોધ કરવામાં આવી રહી છે.

કબૂતરની લીંટથી ફેલાય છે રોગ

ઉલ્લેખનીય છે કે, કબૂતરના લીંટ થી અનેક પ્રકારના રોગ ફેલાય છે. અને અનેક કિસ્સામાં વ્યક્તિને  મૃત્યુ સુધી દોરી જાય છે.  એઇમ્સના ડોકટરોએ જણાવ્યું હતું કે કબૂતર લીંટ એક્યુટ હાઈપર  ન્યુમોનિટીસ નામનો જીવલેણ રોગ ફેલાવે છે. આ રોગથી પીડિત 300 દર્દીઓને દિલ્હીની હોસ્પિટલોમાં દાખલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.