Muzaffarnagar News/ મુઝફ્ફરનગરમાં MBBS વિદ્યાર્થી પર ગાર્ડ્સનો હુમલો

Attack ની ઘટનાને પગલે કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે

India
Attack

Muzaffarnagar News : મુઝફ્ફરનગરના બેગરાજપુર સ્થિત મેડિકલ કોલેજમાં એક MBBS વિદ્યાર્થી પર સુરક્ષા ગાર્ડ્સ દ્વારા ગંભીર હુમલો (Attack)કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો બહાર આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

ઘટના કેવી રીતે બની?

13 ફેબ્રુઆરીની રાત્રે MBBSનો વિદ્યાર્થી દીપાંશુ સૈની પોતાની બાઈક પર કોલેજ કેમ્પસમાં આવ્યો હતો. પાર્કિંગને લઈને એક ગાર્ડે તેને અટકાવ્યો, જેના કારણે બંને વચ્ચે વાદ-વિવાદ થયો. થોડા જ સમયમાં અન્ય ગાર્ડ્સ પણ ત્યાં આવી પહોંચ્યા.

આરોપ મુજબ, ગાર્ડ્સે પહેલા વિદ્યાર્થીને ધક્કો મારી દુર્વ્યવહાર કર્યો અને બાદમાં લાત-મુક્કા, બેલ્ટ, લાકડીઓ અને વાઇપરથી માર માર્યો. તેને જબરદસ્તી ગાર્ડ રૂમમાં ખેંચી લઈ જઈ તેનું માથું દિવાલ સાથે અથડાવવામાં આવ્યું. વિદ્યાર્થી જમીન પર પડતા જ અનેક ગાર્ડ્સે તેની છાતી અને ચહેરા પર લાતો મારવાનું ચાલુ રાખ્યું.

વિદ્યાર્થીઓનો વિરોધ

હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ અને સુરક્ષા વિભાગના કર્મચારીઓ અવાજ સાંભળી સ્થળ પર પહોંચી ગયા. ઘટનાની જાણ થતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.

શનિવારે વિદ્યાર્થીઓએ કોલેજના મુખ્ય ગેટ પર દેખાવો કરી આરોપી ગાર્ડ્સને સસ્પેન્ડ કરવા અને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી.

પોલીસની કાર્યવાહી

માહિતી મળતા Mansurpur Police Stationની પોલીસ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. ખતૌલીના સીઓ રામાશીષ યાદવે જણાવ્યું કે પાર્કિંગને લઈને વિદ્યાર્થી અને ગાર્ડ વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ હુમલા(Atatck)ની ઘટના બની. કોલેજ મેનેજમેન્ટની ફરિયાદના આધારે ચાર ગાર્ડ્સ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી ગાર્ડ્સ

મુખ્ય આરોપીઓમાં મોનુ, ચિત્રપાલ, અંકિત અને ઋત્વિકનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તેમની સામે એફઆઈઆર નોંધાઈ છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય આક્ષેપો

વિદ્યાર્થી શુભમ પાઠકે આરોપ લગાવ્યો કે ઘટનાના સમયે કોલેજ મેનેજમેન્ટના કેટલાક સભ્યો હાજર હતા, છતાં કોઈએ દરમિયાનગીરી કરી નહોતી. તેમણે આ પણ આરોપ લગાવ્યો કે કેટલાક ગાર્ડ્સ વાહનોને પ્રવેશ આપવા માટે લાંચ લે છે.

હુમલા(Atatck)ની ઘટનાને પગલે કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે અને વિદ્યાર્થીઓએ નિષ્પક્ષ તપાસ તથા કડક પગલાંની માંગ કરી છે.