National News/ રેલવે માટે મોદી કેબિનેટનો મોટો નિર્ણય! 4 મહત્વની લાઈનોને લીલી ઝંડી, હાઈવે પ્રોજેક્ટને પણ મંજૂરી

Modi Cabinet Decision: મોદી કેબિનેટે દેશના રોડ-રેલ નેટવર્કને મજબૂત બનાવવા 5 મોટા પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. 4 નવી રેલવે લાઈન અને બિહારના ફોર-લેન હાઈવે પાછળ રૂ.13,041 કરોડ ખર્ચાશે, જેના કારણે કનેક્ટિવિટી અને માલ પરિવહનને મોટો વેગ મળવાની અપેક્ષા છે.

Top Stories India Trending
Modi Cabinet Decision: કેન્દ્રીય કેબિનેટે 4 રેલવે લાઈન અને 1 ફોર-લેન હાઈવે સહિત 5 Big પ્રોજેક્ટને મંજૂરી આપી

India News: કેન્દ્રીય કેબિનેટે દેશની રોડ અને રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે કુલ રૂ.13,041 કરોડના 5 મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી (Modi Cabinet Decision) આપી છે. તેમાં બિહારનો ફોર-લેન હાઈવે પ્રોજેક્ટ અને ચાર મહત્વના રેલવે લાઈન પ્રોજેક્ટ્સનો (Railway Projects India) સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી મુસાફરીનો સમય ઘટવાની સાથે માલ પરિવહન અને રેલવે કોરિડોરની ક્ષમતામાં પણ વધારો થવાની અપેક્ષા છે.

Modi Cabinet Decision: બિહારમાં રૂ.3,591 કરોડનો ફોર-લેન હાઈવે

બિહારમાં મુઝફ્ફરપુર-સીતામઢી-સોનબરસા ફોર-લેન હાઈવેને મંજૂરી (Highway Project Bihar) આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.3,591 કરોડનો ખર્ચ થશે અને તેને 30 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાઈવે તૈયાર થયા બાદ મુઝફ્ફરપુરથી સોનબરસા પહોંચવાનો સમય લગભગ 2 કલાકથી ઘટીને 1 કલાક થઈ શકે છે.

ખડગપુર-ભદ્રક ચોથી રેલવે લાઈન

કેબિનેટે ખડગપુર-ભદ્રક ચોથી (Kharagpur Bhadrak Railway) લાઈન માટે પણ મંજૂરી આપી છે. આશરે રૂ.3,352 કરોડના ખર્ચે 173 કિલોમીટર લાંબી લાઈન વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી બાલાસોર ઉપરાંત મહત્વના બંદરો અને ઔદ્યોગિક વિસ્તારો સાથે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

ભદ્રક-હરિદાસપુર ચોથી લાઈનને પણ લીલી ઝંડી

ભદ્રક-હરિદાસપુર ચોથી લાઈન માટે રૂ.1,583 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આશરે 75 કિલોમીટર લાંબી આ રેલવે લાઈનથી મુસાફરોની સાથે માલગાડીઓની અવરજવર માટે પણ વધારાની ક્ષમતા ઉપલબ્ધ થશે.

દક્ષિણ ભારતમાં બે મોટા રેલ પ્રોજેક્ટ

કેબિનેટે ગુમ્મિડિપુંડી-ગુડુર ત્રીજી અને ચોથી લાઈન માટે રૂ.2,229 કરોડ તથા કટક-પારાદીપ ત્રીજી અને ચોથી લાઈન માટે રૂ.2,286 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સથી પૂર્વ અને દક્ષિણ ભારતના મહત્વના રેલ કોરિડોર પર ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે.

રેલ-રોડ કનેક્ટિવિટીને મળશે નવી ગતિ

કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયથી એક તરફ બિહારના મહત્વના વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી સુધરશે, તો બીજી તરફ પૂર્વ અને દક્ષિણ ભારતના રેલવે નેટવર્કની (Infrastructure Projects India) ક્ષમતા વધશે. નવા રેલવે ટ્રેકથી ટ્રેન સંચાલન વધુ સરળ બનવાની સાથે માલ પરિવહન માટે પણ વધારાની સુવિધા ઊભી થશે.


આ પણ વાંચો: અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ રેલને મંજૂરી

આ પણ વાંચો: મથુરા-વૃંદાવન અને મહાકાલેશ્વર જવું થશે સરળ, સરકારે મંજૂર કરી 3 નવી રેલવે લાઈનો; જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો: ચીન પણ જોતું રહી જશે! ભારત બનાવવા જઈ રહ્યું છે વિશ્વની બીજી સૌથી મોટી અંડરવોટર રોડ-કમ-રેલ ટનલ