ayodhya news/ રામ મંદિર દાન ચોરી કેસ : 5 આરોપીઓની જેલમાં પૂછપરછ

રામ મંદિર (Ram Mandir)દાન ચોરી કેસમાં તપાસ દિવસેને દિવસે વધુ તેજ બની રહી છે

Top Stories India
રામ મંદિર (Ram Mandir)દાન ચોરી કેસમાં તપાસ દિવસેને દિવસે વધુ તેજ બની રહી છે.

Ayodhya News : રામ મંદિર (Ram Mandir)દાન ચોરી કેસમાં તપાસ દિવસેને દિવસે વધુ તેજ બની રહી છે. રવિવારે અયોધ્યા (Ayodhya)પોલીસ જિલ્લા જેલમાં પહોંચી પાંચ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન આરોપીઓ વચ્ચે કોઈ પ્રકારનો સંપર્ક ન રહે તે માટે તમામને અલગ-અલગ સેલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે રામાશંકર મિશ્રા, મનીષ યાદવ, લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કરુણેશ પાંડેની પૂછપરછ હાથ ધરી છે. આ પહેલા અવિનાશ શુક્લા અને રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુની પણ જેલમાં પૂછપરછ થઈ ચૂકી છે. હાલમાં આ કેસમાં કુલ આઠ આરોપીઓ જેલમાં બંધ છે.

તપાસ દરમિયાન SIT વિવિધ દસ્તાવેજો અને નિવેદનોના આધારે સમગ્ર કૌભાંડની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ 15 જુલાઈ પછી વધુ FIR નોંધાઈ શકે છે. તપાસના આધારે મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય (Champat Rai), ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સહિતના નામો પણ તપાસના દાયરામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ સમગ્ર મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે બન્યું તે ખોટું છે અને તેનાથી જનતામાં ખોટો સંદેશ ગયો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી થશે અને કોઈને છોડવામાં નહીં આવે.

બીજી તરફ, સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે આરોપ લગાવ્યો કે માત્ર નાના લોકો સામે કાર્યવાહી થઈ રહી છે જ્યારે મોટા હોદ્દા પર બેઠેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. SP નેતા પવન પાંડેએ પણ અપીલ કરી કે ટ્રસ્ટના જવાબદારોની ટીકા કરો, પરંતુ સમગ્ર અયોધ્યા અથવા ત્યાંના રહેવાસીઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ ન કરવામાં આવે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે તપાસ અધિકારીને પત્ર લખીને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ અને AAPના સંજય સિંહના નિવેદનો નોંધવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો આ નેતાઓએ ગંભીર આરોપો લગાવ્યા છે તો તેમની પાસેથી સંબંધિત પુરાવા પણ મેળવવા જોઈએ.

આ દરમિયાન 6 જુલાઈએ યોજાનારી શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની બેઠક પણ ચર્ચામાં છે. બેઠકમાં મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા અંગે બહુમતીથી નિર્ણય લેવામાં આવી શકે છે. બેઠકની અધ્યક્ષતા ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી કરશે.

રામ મંદિર દાન ચોરી (Ram Mandir Donation Theft)ના વિવાદ વચ્ચે લખનઉમાં આમ આદમી પાર્ટીની ઓફિસ બહાર ‘દાન ચોરો માટે પ્રવેશ પ્રતિબંધિત’ લખેલા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા, જેના કારણે સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે.


આ પણ વાંચો : રામ મંદિર દાન ચોરી કેસમાં મોટું એક્શન; આરોપીઓના ઘરે પોલીસની રેડ, 80 લાખ રિકવર

આ પણ વાંચો : સોનાની ગદા અને 40 દાનપેટી ગુમ! અયોધ્યા રામ મંદિરમાં ચોરીથી હડકંપ

આ પણ વાંચો : અયોધ્યામાં નવો વિવાદ! રૂપિયા. 5 કરોડની 147 કિલોની રામચરિતમાનસ ગુમ હોવાનો દાવો