india news/ લોકકલાને મોટો આંચકો! પદ્મ વિભૂષણ તીજન બાઈએ લીધા અંતિમ શ્વાસ

પદ્મ વિભૂષણથી સન્માનિત અને વિશ્વવિખ્યાત પંડવાની ગાયિકા તીજન બાઈનું લાંબી બીમારી બાદ રાયપુર AIIMSમાં નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર દેશના કલા અને સાંસ્કૃતિક જગતમાં શોકની લાગણી પ્રસરી છે.

Top Stories India Breaking News
Tijan Bai passes away

India News: ભારતીય લોકસંગીત અને લોકકલાની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવનાર  પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રખ્યાત પંડવાની ગાયિકા તીજન બાઈનું લાંબી બીમારી બાદ રાયપુર સ્થિત AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે.

જાણીતા પંડવાની ગાયિકા પદ્મ વિભૂષણ તીજન બાઈનું નિધન (Tijan Bai passes away)

તીજન બાઈ છેલ્લા કેટલાક દિવસોથી સારવાર હેઠળ હતા. તેમની તબિયત અચાનક વધુ બગડતાં રવિવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

‘પંડવાની’ ગાયન શૈલીને દેશ-વિદેશમાં નવી ઓળખ અપાવી

1956માં છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ગનિયારી ગામમાં જન્મેલા તીજન બાઈએ મહાભારત આધારિત પરંપરાગત ‘પંડવાની’ ગાયન શૈલીને વિશ્વમાં નવી ઓળખ અપાવી હતી. સમાજની પરંપરાગત માન્યતાઓને પડકારતાં તેમણે મહિલાઓ માટે પણ આ કલા ક્ષેત્રમાં નવા માર્ગો ખોલ્યા હતા.

વિશ્વના અનેક દેશોમાં તેમણે ભારતીય લોકકલાનું ગૌરવ વધાર્યું હતું. તે બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને બાદમાં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ (Padma Vibhushan)થી નવાજ્યા હતા.

તીજન બાઈના નિધન સાથે ભારતીય લોકકલાના એક સુવર્ણ યુગનો અંત આવ્યો હોવાનું માનવામાં આવે છે. તેમના યોગદાનને કલા જગત હંમેશા યાદ રાખશે.


આ પણ વાંચો: મહાભારતની આ કથામાં છુપાયેલા છે કર્મોના રહસ્યો..! સારા લોકોને દુ:ખ કેમ સહન કરવું પડે છે?

આ પણ વાંચો:મહાભારત કાળ સાથે જોડાયેલું છે મહારાષ્ટ્રનું આ સુંદર હિલ સ્ટેશન, અહીં ભીમે કર્યો હતો કીચકનો વધ

આ પણ વાંચો:પાટીદાર લોકગાયિકાના પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાનું નિવેદન, માતા-પિતાને વિશ્વાસમાં લેવા આપી સલાહ