ઉમરપાડા,
સમગ્ર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોધાયો છે ત્યારે જીલ્લાના ટ્રાયબલ તાલુકામાં મેઘરાજા મનમૂકી વરસી રહ્યા છે. ઉમરપાડામાં ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ,માંગરોળમાં ૬ ઇંચ અને માંડવીમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ત્યારે માંડવીનો ગોડદા ડેમ ભારે વરસાદના કારણે ઓવર ફલો થયો છે. આ ડેમમાં ઉપરવાસ અને આમલી ડેમનું પાણી આવે છે જેના કારણે ગોડદા ડેમ સોળે કળા એ વહી રહ્યો છે.

આ ડેમ ઉનાળામાં આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે ત્યારે આ ડેમની સુંદરતા જોવા લોકો ઉમટી રહ્યા છે ત્યારે માંગરોળ તાલુકામાં ૬ ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા ઉભરાયા છે.

જેના કારણે માંગરોળના શાહ ગામ નજીક ચેક ડેમ તૂટી જતા ચેકડેમનું પાણી કીમ નદીમાં વહી રહ્યું છે તો બીજી તરફ ૨૪ કલાકમાં ઉમરપાડા માં ૧૩ ઇંચ વરસાદ ખાબકતા ઉમરપાડામાં નદી નાળા,કોતરો ઉભરાઈ ગઈ છે
