Surat News/ સુરત મનપાની ચૂંટણીને લઈને ભાજપમાં જબરદસ્ત ધમધમાટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે સુરત મનપાની ચૂંટણીમાં પણ પડઘમ વાગ્યા છે. તેના કારણે ભાજપમાં સેન્સ મેળવવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. ચૂંટણી નિરીક્ષકો સતત સેન્સ લઈ રહ્યા છે. જ્યારે દાવેદારી કરવા માટે પક્ષના કાર્યકરોનો જમાવડો થયો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે સુરત મનપામાં પણ ચૂંટણીને લઈને ભાજપમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપમાં ટિકિટ માટે દાવેદારોનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 10માં સૌથી વધુ 142 દાવેદારો મેદાનમાં જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર-4માં સૌથી ઓછા 34 ફોર્મ ભરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત 12 વોર્ડની પ્રક્રિયા બાદ આજે પણ સેન્સ મેળવવાની પ્રક્રિયા ચાલુ જ છે. આ ઉપરાંત બીજા 12 વોર્ડ માટે સેન્સ મેળવવાની પ્રક્રિયા જારી છે. આ સેન્સ મેળવવાની પ્રક્રિયામાં કોર્પોરેટ સ્ટાઇલમાં 200 પાનાના બાયોડેટા અને પ્રોફેશનલ ફોટોગ્રાફી જોઈને નિરીક્ષક ચોંકી ઉઠ્યા હતા.

આના પગલે દરેક બેઠક પર દાવેદારોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સુરત ભાજપ કચેરી પર કાર્યકરોના ધાડેધાડા ઉમટી પડ્યા છે. પક્ષની અંદરના દરેક જૂથ ટિકિટ મેળવવા માટે સક્રિય થઈ ગયા છે.

આ પ્રક્રિયા દરમિયાન ટિકિટ માટે ઇચ્છુક ઉમેદવારોએ દાવેદારી નોંધાઈ હતી. પક્ષના કાર્યકરો અને આગેવાનોએ તેમનો દાવો કર્યો હતો. આમ એક જ દિવસમાં ત્રણ જુદી-જુદી ચૂંટણી માટે યોજાતી આ પ્રક્રિયાના લીધે આજનો દિવસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

શાસક પક્ષ દ્વારા સ્થાનિક સ્તરે મજબૂત અને વિજેતા બની શકે તેવા મજબૂત દાવેદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેની સાથે-સાથે પક્ષના નિરીક્ષકો સંભવિત ઉમેદવારોની સામાજિક સ્વીકૃતિ, તેનું સામાજિક પીઠબળ, તેની લોકપ્રિયતા ઉપરાંત સંગઠન પ્રત્યેની નિષ્ઠા તથા સંગઠનાત્મક કુશળતા પણ જોશે.

આમ સુરતમાં રાજકીય ગતિવિધિઓનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ સક્રિય બન્યો છે. ભાજપ પણ સંગઠનને વધુ મજબૂત બનાવી વિજય માટેની વ્યૂહરચના ઘડી રહ્યું છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર સેન્સ પ્રક્રિયા પારદર્શક અને લોકતાંત્રિક રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી યોગ્ય અને લાયક ઉમેદવારોને તક મળી શકે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે. આમ સુરતના ઉમેદવારો આગામી દિવસમાં જાહેર થઈ શકે છે.


આ પણ વાંચો: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

આ પણ વાંચો: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં શરૂ થઈ સેન્સ મેળવવાની પ્રક્રિયા