Supreme Court on West Bengal Law and Order: પશ્ચિમ બંગાળમાં વોટર લિસ્ટમાંથી નામ કપાવાને કારણે રોષે ભરાયેલા લોકોએ 7 ન્યાયિક અધિકારીઓને (જેમાં 3 મહિલાઓ સામેલ હતી) 9 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ચીફ જસ્ટિસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ચરમરાઈ ગઈ છે અને ન્યાયિક અધિકારીઓની સુરક્ષા માટે હવે ચૂંટણી પંચ પોતાની મરજીથી ગમે ત્યાંથી ફોર્સ બોલાવી શકે છે.
શું હતી સમગ્ર ઘટના?
માલદા જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન કેટલાક લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. આનાથી રોષે ભરાયેલા લોકોએ બુધવારે બપોરે 3:30 વાગ્યે અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. રાત્રે 11:00 વાગ્યા સુધી કોઈ પણ ઉચ્ચ અધિકારી કે કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. અંતે અર્ધલશ્કરી દળોની ટુકડીએ પહોંચીને અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
Supreme Courtની આકરી ટિપ્પણીઓ:
નિષ્ક્રિયતા પર સવાલ: કોર્ટે બંગાળના DGP, મુખ્ય સચિવ અને ગૃહ સચિવના વર્તનને ‘ખૂબ જ ખરાબ’ ગણાવ્યું છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, “મારે રાત્રે કડક ઓર્ડર આપવા પડ્યા ત્યારે જ પ્રશાસન એક્શનમાં આવ્યું. શું અધિકારીઓ પોતાની ફરજ ભૂલી ગયા છે?”
ન્યાયતંત્ર પર હુમલો: જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે, આ ઘટના ન્યાયિક અધિકારીઓનું મનોબળ તોડવા માટેનો એક સુનિયોજિત પ્રયાસ હતો. અમે ન્યાયતંત્ર પર આવા ‘સાયકોલોજિકલ એટેક’ ને સાંખી નહીં લઈએ.
ચૂંટણી પંચને સત્તા: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ન્યાયિક અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચને છૂટ આપી છે કે તેઓ કોઈપણ રાજ્ય કે કેન્દ્ર પાસેથી વધારાની ફોર્સ બોલાવી શકે છે.
સરકાર પાસે માંગ્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટે (Supreme Court) રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે કે તેમની ‘નિષ્ક્રિયતા’ બદલ તેમની સામે શા માટે કાર્યવાહી કરવામાં ન આવે? કોર્ટે નોંધ્યું કે હિંસા કરનારા તત્વોને કાયદો હાથમાં લેવાની મંજૂરી આપી શકાય નહીં.
આ પણ વાંચો: પરિણીત પુરુષનું લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી, અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
આ પણ વાંચો: અલ્હાબાદ હાઈકોર્ટના બે અલગ ચુકાદા પર વિવાદ, શું છૂટાછેડા વગર લિવ-ઈન કાયદેસર છે?
આ પણ વાંચો: વિધવા મહિલાઓ હવે સસરા પાસેથી પણ માંગી શકશે ગુજારો! અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
