અમદાવાદનાં દરિયાપુર વિસ્તારમાં એમડી ડ્રગ્સને લઈને યુવકની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ સંદર્ભે દરિયાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી મુજબ, દરિયાપુરના બલૂચવાડ નજીક અશરફ ઘોડા નામના વ્યક્તિને છરી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે કાદિર ચિકના નામનો વ્યક્તિ ઘાયલ થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અશરફ ઘોડાના એમડી ડ્રગ્સને લઈને સાજિદ ખંડેરાવ નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ સાજિદે અસરાફ પર હુમલો કર્યો હતો.
આ અંગેની જાણ થયા દરિયાપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી . તપાસ ટીમ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં અમે હત્યાની તપાસ કરી રહ્યા છીએ અને સાજીદ ખંડેરાવ નામના વ્યક્તિની તપાસ કરી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
