- જામનગરનાં ચકચારી કિરીટ પટેલ હત્યા કેસ મામલો
- ત્રણ વોન્ટેડ આરોપી કોલકાતાથી ઝડપાયા
- મુખ્ય આરોપી જયેશ પટેલ લંડનથી ઝડપાયાની ચર્ચા
- ત્રણ આરોપીને કોલકાતાથી ઝડપી લેવાયા
- દિલીપ ઠક્કર,હાર્દિક ઠક્કર,જયંત ગઢવી ઝબ્બે
- જામનગર પોલીસનું કોલકાતામાં ઓપરેશન
- જયેશ પટેલની ધરપકડ અંગે સત્તાવાર સમર્થન બાકી
ગુજરાત રાજ્યનાં જામનગરમાં બનેલી ચકચારી કિરીટ જોશી હત્યા કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ હત્યા કેસ મામલે ત્રણ વોન્ટેડ આરોપીઓ કોલકતાથી ઝડપાયા છે. ત્યારે મુખ્ય આરોપી જયેશ પટેલ લંડનથી ઝડપાયાની ચર્ચા સામે આવી છે.

હાય ગરમી / રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું સૌથી ગરમ શહેર, હિટવેવની આગાહી
રાજ્યનાં જામનગરમાં બનેલી ચકચારી કિરીટ જોશી હત્યા કેસ મામલે જામનગર પોલીસને એક મોટી સફળતા મળી છે. આ હત્યા કેસ મામલે ત્રણ વોન્ટેડ આરોપીઓ કોલકતાથી જ્યારે એક મુખ્ય આરોપી લંડનથી ઝડપાયો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. જામનગર પોલીસે આ હત્યા કેસ મામલે કોલકતામાં ઓપરેશન કરી વોન્ટેડ ત્રણ આરોપીઓ (દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર અને જયંત ગઢવી) ને ઝડપી પાડ્યા છે. જો કે અહી જયેશ પટેલની ધરપકડ અંગે સત્તવાર સમર્થન બાકી છે.

ધરપકડ / બંગાળમાં નેપાળના રસ્તે ઘૂસેલા બે સંદિગ્ધ ચીની નાગરિકો ઝડપાયા
29મી એપ્રિલના રોજ સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં છરીનાં ઘા મારીને બર્બરતાથી હત્યા કરી નાખવમાં આવી હતી. આ ઘટનાએ પુરા જામનગરને હચ-મચાવી નાખ્યું હતું. ભીડ-ભાળવાળી જગ્યામાં બે અજાણ્યા વ્યક્તિઓએ કિરીટ જોશી પર છરીનાં ઘા મારી હત્યા કરી નાખી હતી. ઘટના સ્થળે સીસીટીવી કેમેરા હોવાના કારણે આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં પણ રેકોર્ડ થઇ ગઈ હતી. બાઈક લઈને આવેલા બે શખ્સોમાંથી એક શખ્સ છરી લઈને રસ્તાની વચ્ચે જ કિરીટ જોશી પર તૂટી પડ્યો હતો. આ સમયે અનેક લોકો અહીં હાજર હતા પરંતુ કોઈ પણ તેમના બચાવમાં સામે આવ્યા ન હોતા. જણાવી દઇએ કે, કિરીટ જોશીની હત્યા પાછળ જામીન માટે મોટી સંખ્યામાં રૂપિયાની બાબત હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ. થોડા સમય પહેલા હત્યા કરનાર વ્યક્તિનું સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે બધા પોલીસ સ્ટેશનમાં પ્રસારિત કરી દેવામાં આવ્યું હતુ.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
જામનગર ભૂમાફિયા કેસ: આરોપીઓની Exclusive તસવીરો મંતવ્ય ન્યૂઝ પર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
