Ahmedabad News/ ઈસ્કોન મંદિર જય કનૈયાલાલકીના ઘોષથી ગંજી ઉઠ્યું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દર્શન-પુજા કરી, મંદિર અને ગર્ભગૃહને 900 કિલો વિદેશી ફૂલોથી શણગારાયું

અંદાજે સવા લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

Gujarat Ahmedabad

Ahmedabad News : દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં અમદાવાદના ઇસ્કોન મંદિરે ભક્તિનો અદભૂત રંગ છવાયો હતો. રાત્રે 12 વાગતા જ મંદિરમાં હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કીના ઘોષથી મંદિર ગાજી ઉઠંયું હતું. ઈસ્તોન મંદિરમાં સવારથી જ લાખો ભક્તો શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટી પડ્યા હતા. જ્યાં મંદિર અને ગર્ભગૃહને થાઈલેન્ડ અને આફ્રિકા સહિત વિદેશથી મંગાવવામાં આવેલા 900 કિલો ફૂલો વડે શણગારવામાં આવ્યું હતું. વૃંદાવનથી લાવવામાં આવેલા વિશેષ વાઘાથી સજ્જ રાધા-કૃષ્ણના અલૌકિક દર્શનથી મંદિર પરિસર ગોકુળ-વૃંદાવનનો એહસાસ અપાવી રહ્યું હતું. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઈસ્કોન મંદિરમાં દર્શન પૂજા કરવા માટે આવ્યા હતા.

.ઇસ્કોન મંદિરના કમ્યુનિકેશન ડાયરેક્ટર હરેશ ગોહિલના જણાવ્યા મુજબ, થાઈલેન્ડથી પાંચ જુદા જુદા રંગના ઓર્કિડ ફૂલો, જ્યારે દક્ષિણ આફ્રિકાથી ત્રણ અલગ પ્રકારના એન્થોરિયમ ફૂલો મંગાવવામાં આવ્યા હતા. આ સિવાય, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા અને ડેઝી જેવા કુલ 900 કિલો ફૂલોનો ઉપયોગ કરીને ગર્ભગૃહમાં મોર, ગરુડજી, શંખ, કમળ અને ધનુષ જેવી કલાકૃતિઓ બનાવવામાં આવી હતી. ભગવાનના વાઘા પણ ખાસ વૃંદાવનથી લાવવામાં આવ્યા છે.

સવારથી જ ભગવાન કૃષ્ણના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રાત સુધીમાં અંદાજે સવા લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.  દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  શ્રી કૃષ્ણ   જન્મોત્સવ નિમિત્તે ઇસ્કોન મંદિરે દર્શન અને પૂજા કરવા માટે આવ્યા હતા.  રાત્રે 11:30 કલાકે ભગવાનનો પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ ફળોના રસ વડે મહા-અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રે 12:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું હતું. ભગવાનને 600થી વધુ વિવિધ વાનગીઓનો ભોગ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

જેમાં મેક્સિકન, ઇટાલિયન, થાઈ, ચાઇનીઝ અને ભારતની પારંપરિક વાનગીઓનો સમાવેશ થાય છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતા.આ સાથે જ પાર્કિંગની પણ પૂરતી સગવડ ઉ​​​પલબ્ધ કરાવવામાંઆવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણના સમીમાં દારૂની ડિલેવરીનો વીડિયો વાયરલ, પોલીસનું નામ ખોટું આપ્યાનો ખુલાસો

આ પણ વાંચો:પાટણ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભ યોજાયો

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે