Mehsana News : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) અંતર્ગત કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ‘માટીથી શેલ્ફ: મૂલ્ય શૃંખલામાં ટકાઉપણું અને નફાકારકતાનું સંકલન’ વિષય પર મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગુજરાતની વ્યાપાર અનુકૂળ નીતિઓને કારણે રાજ્યમાં અનેક નવા ઉદ્યોગો સ્થાપિત થયા છે, ગુજરાત ઉદ્યોગો માટેનું સાનુકૂળ વાતાવરણ અને સુદ્રઢ માળખું ધરાવતું રાજ્ય છે.
તેમણે જણાવ્યું કે ખેતી અને ઉદ્યોગ બંને ક્ષેત્રે વિકાસની ઉજ્જવળ તકો ગુજરાતમાં રહેલી છે. રાજ્ય સરકાર ખેતી સાથે સંબંધિત આડપેદાશ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે લેન્ડ થી લેબોરેટરી સુધીનો સંપૂર્ણ સહકાર આપવા કટિબદ્ધ છે.
કૃષિ અને ઉદ્યોગના સંકલન દ્વારા રાજ્યના આર્થિક વિકાસમાં નવો અધ્યાય લખાશે એમ જણાવીને તેમણે ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં આવવા તથા દેશમાં કૃષિ ક્ષેત્રે ગુજરાતને અગ્ર હરોળમાં સ્થાપિત કરવા સહભાગી થવાની અપીલ કરી હતી.
સેમિનારમાં ભાગ લેનાર પ્રતિષ્ઠિત મહેમાનોમાં પ્રથમ સત્રમાં ડૉ. અંજુ શર્મા, અભિષેક દેવ, સિમોન હેક, અને સચિન શર્માએ સંબોધન કર્યું હતું.બીજા સત્રમાં FAO, વર્લ્ડ બેંક, IFC, વેગેનિન્જેન યુનિવર્સિટી અને નેધરલેન્ડ દૂતાવાસના પ્રતિનિધિઓએ વિષયલક્ષી માર્ગદર્શન આપ્યું હતુ.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી
આ પણ વાંચો: સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો: ટેક-પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિધ્ધિ, 9 મહિનામાં 80 ગુનાઓના ભેદ ઉકેલ્યા
