Dadra Nagar Haveli News : સામૂહિક આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં દાદરા નગર હવેલીમાં પિતાએ બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ સેલવાસના સમરવર્ણી વિસ્તારમાં બન્યો હતો. આ બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે.
કૌટુંબિક, આર્થિક કારણોસર આપઘાત કર્યાની આશંકા કરવામાં આવી છે.મૃતક પરિવાર મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.દાદરા નગર હવેલીના સેલવાસમાં સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સેલવાસના સમરવર્ણી વિસ્તારમાં એક ચાલમાંથી બે બાળકો અને તેમના પિતાના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે.
સામુહિક આપઘાતની ઘટનાએ સમગ્ર સેલવાસને હાચમચાવી મુક્યું છે. સેલવાસ પોલીસે ઘટના સ્થળની તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રદેશમાં શોકની લાગણી ફેલાઈ છે.આપઘાત પાછળનું કારણ મૃતકના કૌટુંબિક વિવાદો, નાણાકીય સ્થિતિ અથવા માનસિક સ્વાસ્થ્ય જેવા કારણો શામેલ પ્રાથમિક કારણ હોય શકે છે. મૃતક પરિવાર મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. પોલીસે આ મામલે તપાસ કરી છે. પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી છે.
આ પણ વાંચો:પાટણના સમીમાં દારૂની ડિલેવરીનો વીડિયો વાયરલ, પોલીસનું નામ ખોટું આપ્યાનો ખુલાસો
આ પણ વાંચો:પાટણ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભ યોજાયો
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે
