અમરેલી/ વડીયા સૂરવોનદી પર બંધાયેલા ચેકડેમમાંથી અજાણી મહિલાનો મળી આવ્યો મૃતદેહ

વડીયા શુરવોનદી ઉપર બંધાયેલા સુરવોડેમના નીચાણવાળા વિસ્તારમાં બંધાયેલા ચેકડેમ માંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા વડીયા શહેરમા ચકચાર મચી જવા પામી છે.

Gujarat Others
મૃતદેહ

વડીયા શુરવોનદી ઉપર બંધાયેલા સુરવોડેમના નીચાણવાળા વિસ્તારમાં બંધાયેલા ચેકડેમ માંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા વડીયા શહેરમા ચકચાર મચી જવા પામી છે. વિગતથી વાત કરીએ તો આજે બપોરના સુમારે આ ચેકડેમમાં શહેરના અમુક નવયુવાનો નહાવા માટે પહોંચેલા હતા જે દરમિયાન આ યુવાનોને આ નદીના ચેકડેમના અંદરના ભાગમાં ઝાળી વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો ત્યારે આ નવયુવાનો ગભરાઈને સીધા જ વડીયા પોલીસ સ્ટેશનને દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી અને જાણ થતાની સાથે જ વડીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

વડીયાના આગેવાન સરપંચ મનીષભાઈ ઢોલરીયા પૂર્વસરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ રાંક તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તુષાર ગણાત્રા તેમજ ગ્રામજનોનું ટોળું પણ ઘટના સ્થળે દોડી ગયું હતું એ બાદ પોલીસે આ મૃતદેહને પાણીમાંથી તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો અને બહાર કઢાતા આ મહિલાનો મૃતદેહ અંદાજિત ત્રણથી ચાર દિવસ પાણીમાં પડ્યો હોવાના અનુમાન સાથે આ મહિલાના મૃતદેહની કોઈ ઓળખ થઈ ન રહી હતી.

ત્રણ થી ચાર દિવસના અનુમાન મુજબ આમ મૃતદેહ પાણીમાં રહેવાથી ભુલાઈ ગયેલી હાલતમાં ચેહરાની કોઈ ઓળખ થઈ શકતી ન હતી માટે વડીયા પોલીસ તેમજ આગેવાનોએ આ મહિલાની ઓળખ કરવા માટે થી સોશિયલ મીડિયાની મદદ લીધી હતી અને હાલ આ મહિલાની કોઈ જ પુષ્ટિ જાણવા મળી નથી ત્યારે વડીયા પોલીસે આ મહિલાની ઓળખ કરવા માટેથી તપાસો શરૂ કરી છે હાલ મહિલાએ પહેરેલા કપડા પરથી પરખ કરવાની મહેનત કરાઈ રહી છે તદુપરાંત આ મહિલાના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી વડીયા સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ મહિલાના મોતનું કારણ પણ પાણીમાં પડવાથી થયું છે કે અન્ય કારણોસર એ પણ પીએમ બાદ જાણવા મળશે હાલ આ મહિલા ક્યાની છે કોણ છે અને ક્યારે આ ઘટના બની હશે તે વડીયા શહેરની જનતામાં સવાલો સાથે ટોક ઓફ ધ ટાઉન જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:Live : પાકિસ્તાનનો આ ખેલાડી આજે કરશે ડેબ્યૂ, દ્રવિડ ટીમ ઈન્ડિયાને આપી રહ્યો છે ટ્રેનિંગ

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ પાકિસ્તાન સામેની એશિયા કપ મેચ પહેલા ભારતીય ટીમને પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો:જાણો ક્યારે યોજાશે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી અને ક્યારે આવશે પરિણામ