Not Set/ રાજ્યમાં કોરોના નામશેષ, આજે નોધાયા માત્ર 93 નવા કેસ

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 93  નવા કોરોના કેસ  સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,22,943 પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે. 

Top Stories Gujarat Others

રાજ્યમાં કોરોનાના કેસ 100 ની અંદર નોધાયા છે. રાજ્યમાં કોરોનાની ઘાતક એવી બીજ લહેરના ચુંગાલમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 93  નવા કોરોના કેસ  સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,22,943 પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 326  છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  8,10,147 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,230 છે.

રાજ્યમાં એક બાજુ કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. ત્યારે ડેલ્ટા પ્લસ વેરિએન્ટે  ચિંતા  વધારી છે. રાજ્યમાં  આજ રોજ જામનગર ખાતે ડેલ્ટા પલ્સ વેરિએન્ટનો ત્રીજો કેસ સામે  આવ્યો છે.