Not Set/ રાહુલનો PM પર કટાક્ષ – માત્ર થાળી વગાડવા અને દીવો પ્રગટાવવા કરતા વધારે જરૂરી છે કે…

  રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કારણ કે સરકાર પાસે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અને તેમા જીવ ગુમાવનારા આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરોનો ડેટા નથી. આ અંગે રાહુલ ગાંધીએ એક વેબસાઇટનાં સમાચારને ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘પ્રતિકૂળ ડેટા મુક્ત મોદી સરકાર! થાળી વગાડવી, દીવો પ્રગટાવવા કરતા તેમની સલામતી અને આદર […]

India
 

રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કારણ કે સરકાર પાસે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અને તેમા જીવ ગુમાવનારા આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરોનો ડેટા નથી. આ અંગે રાહુલ ગાંધીએ એક વેબસાઇટનાં સમાચારને ટ્વીટ કરીને લખ્યું છે કે, પ્રતિકૂળ ડેટા મુક્ત મોદી સરકાર! થાળી વગાડવી, દીવો પ્રગટાવવા કરતા તેમની સલામતી અને આદર વધુ મહત્વપૂર્ણ છે. મોદી સરકાર, કોરોના વોરિયરનું આટલું અપમાન કેમ?

જણાવી દઇએ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ રાજ્યસભામાં પોતાના લેખિત નિવેદનમાં કહ્યું હતું કે, આરોગ્ય એ રાજ્યનો વિષય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કેન્દ્રીય સ્તરે આવા ડેટાની જાળવણી કરવામાં આવતી નથી. તેથી, તેમની પાસે આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરોનો ડેટા નથી જે કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો – રક્ષામંત્રીનાં નિવેદન પર ભડક્યા ઓવૈસી, કહ્યુ- સંસદમાં જાણકારી છુપાવવાનું બંધ કરો

રાજ્યસભામાં સાસંદ બિનોય વિશ્વમનાં પ્રશ્નનાં જવાબમાં અશ્વિનીકુમાર ચૌબેએ કહ્યું હતું કે, કોરોના ચેપને કારણે કુલ 155 આરોગ્ય કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. જેમાં 64 ડોક્ટરો અને 32 નર્સિંગ સ્ટાફ શામેલ છે, જ્યારે 14 આશા વર્કર છે જ્યારે 45 વધુ આરોગ્ય કર્મચારીઓ છે.

અગાઉ કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ લોકડાઉનમાં મજૂરોનાં સ્થળાંતર માટે સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારને ખબર નથી કે લોકડાઉન દરમિયાન કેટલા પરપ્રાંતીય કામદારો મરી ગયા અને કેટલા લોકોએ નોકરી ગુમાવી. આ મામલે કોંગ્રેસે ગૃહમાં ચર્ચાની પણ માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.