અમદાવાદ,
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્તપણે કરવામાં આવેલી ઝુંબેશમાં આજ રોજ દબાણની ઝુંબેશ કરવામાં આવી છે.
જ્યારે આજ બુધવારના રોજ 4 વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ કરવામાં આવી છે. શહેરના લાલદરવાજા, મેઘાણીનગર,દાણી લીમડા,અને સરખેજમાં પોલીસની ડ્રાઈવ કરાઇ છે.
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં વધી રહેલા ટ્ર્રાફિકને બાબતે હાઇકોર્ટે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવવા માટે પ્રશાસન દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે. આજ રોજમાં અમદાવાદના ચાર ટ્રાફિકથી મોટા પ્રમાણમાં પ્રભાવિત વિસ્તારોમાં દબાણની ઝુંબેશ કરવામાં આવી હતી.
અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી પોલીસે દબાણની ઝુંબેશ ધરી છે. ત્યારે પોલીસ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ પણ દબાણની ઝુંબેશમાં જોડાયા હતા. આજ રોજ કરવામાં આવેલી ટ્રાફિક દબાણની ઝુંબેશમાં ગેરકાયદેસર દબાણ તેમજ પાર્કિંગ કરનાર સામે પ્રશાસન દ્વારા તવાઈ ઉભી થઇ ગઇ છે.
