postphone/ JEE Mains જુલાઈ સત્રની પરીક્ષા મોકૂફ!,હવે આ દિવસથી લેવાશે પરીક્ષા,જાણો કાર્યક્રમ

JEE મેન્સ સત્ર 2 પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં NTA દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવશે

Top Stories India

JEE Mains સત્ર 2 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા હવે 24 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 21 જુલાઈથી શરૂ થવાની હતી પરંતુ પરીક્ષાના એક દિવસ પહેલા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં, JEE મેન્સ સત્ર 2 પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં NTA દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવશે. આ CUET UG ના પ્રથમ તબક્કાના અંત અને પરીક્ષાની શરૂઆત વચ્ચે પૂરતો સમય રાખવા માટે હતો, NTA અધિકારીએ કહ્યું છે કે પૂરતી તૈયારી માટે અમને બે પરીક્ષાઓ વચ્ચે થોડો સમય ગેપની જરૂર છે. CUET 20મી જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે અને બીજા દિવસે બીજી પરીક્ષા શરૂ કરવી મુશ્કેલ હશે. આથી JEE મેઈન્સની પરીક્ષા હવે 24 જુલાઈથી શરૂ થશે.