રાજકોટ/ અનેક પ્રકારની કુદરતી શારિરીક મુશ્કેલીઓ હોવા છ્તાં સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષા આપવા આવે છે આ યુવાન

ઉતમ મારુના જીવન વિશે વિદ્યાર્થીઓ જાણે અને પ્રેરણા લે એ માટે આર્ટસમાં સાયકોલોજી તથા સોસીયોલોજીમાં બેસ્ટ પર્સનાલીટીના ચેપ્ટર્સમાં ઉતમ મારુના પાઠ ભણાવવામાં આવશે.

Gujarat Rajkot

રાજયમાં હાલ  પરિક્ષાની  મોસમ જોવા  મળી રહી છે તેમાં  પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ  ગુજરાત યુનિવર્સિટીની   પરીક્ષાઓ હાલ જુદા જુદા કેન્દ્રમાં ચાલી રહી છે. જેમાં અલગ અલગ  કોર્ષનાની પરીક્ષાઓ લેવામાં  આવી રહી છે . ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો  એક વિદ્યાર્થી ઉતમ મારુને અનેક પ્રકારની કુદરતી શારિરીક મુશ્કેલીઓ, કલેફટ પેલેટ, પ્રજ્ઞાચક્ષુતા, ચાલવાની તકલીફ, 10 જેટલા ઓપરેશન તથા હાલમાં ફેફસાની તકલીફ હોવા છતાં ખંતથી જસાણી કોલેજમાં બી.એ. સેમેસ્ટર-5 ની પરીક્ષા આપી રહ્યો છે .

જે અંતર્ગત  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ને જાણ થતાં જ  તેઓ જસાણી કોલેજમાં રુબરુ જઈ પરીક્ષા આપતા વિદ્યાર્થી શ્રી ઉતમ મારુને શાલ ઓઢાળી તથા પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રી ઉતમ મારુને પ્રોત્સાહિત કર્યો હતો .

આ પણ વાંચો ;World / તાલિબાન કરશે ગાંજાની ખેતી, ઓસ્ટ્રેલિયાની કંપની સાથે કરારનો દાવો  

આ પરિસ્થિતિમાં બી.એ. સેમેસ્ટર-5 ની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થી ઉતમ મારુ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રત્ન છે. ઉતમ મારુને ગીતાજીના 700 શ્લોક, બ્રહ્મસૂત્ર, યોગસુત્ર તથા ઉપનિષદો સંસ્કૃતમાં કંઠસ્થ છે. આ ઉપરાંત શ્રી ઉતમ મારુ એ ગાયન-વાદનમાં વિષારદની પદવી પ્રાપ્ત કરી છે. આવી અનેક સિધ્ધીઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી ઉતમ મારુ એ લાખો વિદ્યાર્થીઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી શ્રી ઉતમ મારુના જીવન અને સંધર્ષમાંથી લાખો વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે એવા શુભ હેતુથી ઉતમ મારુના જીવન વિશે વિદ્યાર્થીઓ જાણે અને પ્રેરણા લે એ માટે આર્ટસમાં સાયકોલોજી તથા સોસીયોલોજીમાં બેસ્ટ પર્સનાલીટીના ચેપ્ટર્સમાં ઉતમ મારુના પાઠ ભણાવવામાં આવશે.

આ પણ વાંચો :ચ્છ / કેન્દ્રીય એટમિક એનર્જીની ટીમ મુંદ્રા પોર્ટ મોકલાઇ, શંકાસ્પદ વસ્તુઓ સાથે ચીનનું શિપ ઝડપાયું હતું