Taarak Mehta Ka Ooltah Chashmah Big Twist: ટેલિવિઝન જગતના સૌથી લાંબા સમયથી ચાલતા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) માં એક એવો વળાંક આવ્યો છે જેણે દર્શકોને સ્તબ્ધ કરી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નવા પ્રોમોમાં ‘બાપુજી’ (ચંપકચાચા-Bapuji) ગુમ થયા હોવાનું અને ત્યારબાદ તેમના મૃત્યુની અફવાઓ ફેલાતી બતાવવામાં આવી છે, જેનાથી ચાહકોમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
શું ખરેખર Bapuji શો છોડી રહ્યા છે?
પ્રોમોમાં જેઠાલાલ અત્યંત હતાશ અને ભાંગી પડેલા જોવા મળે છે, જે જોઈને દર્શકો એવી ચર્ચા કરી રહ્યા છે કે શું ચંપકચાચાનું (Bapuji) પાત્ર ભજવતા અમિત ભટ્ટ શો છોડી રહ્યા છે? જોકે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેટલાક દર્શકોનું માનવું છે કે આ માત્ર સસ્પેન્સ વધારવા માટેનો એક ભાગ હોઈ શકે છે.
અત્યાર સુધી શો છોડી ચૂકેલા દિગ્ગજ કલાકારો
જો ખરેખર બાપુજી (Bapuji) શો છોડશે, તો તે શો માટે મોટો ફટકો સાબિત થશે, કારણ કે અગાઉ પણ અનેક મુખ્ય કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે:
દયાબેન (દિશા વાકાણી): વર્ષ 2017 થી શોથી દૂર છે અને હજુ સુધી તેમનું પુનરાગમન થયું નથી.
તારક મહેતા (શૈલેષ લોઢા): વર્ષ 2008 થી 2022 સુધી શોનો ભાગ રહ્યા બાદ તેમણે પક્ષ છોડ્યો.
ટપ્પુ અને સોનુ: ભવ્ય ગાંધી, રાજ અનડકટ, ઝીલ મહેતા અને નિધિ ભાનુશાલી જેવા કલાકારોએ પણ વર્ષો પહેલા શો છોડી દીધો છે.
ગોલી (કુશ શાહ): 16 વર્ષ સુધી શોમાં રહ્યા બાદ તાજેતરમાં જ તેમણે શો છોડ્યો છે.
અંજલી ભાભી અને સોઢી પરિવાર: નેહા મહેતા અને ગુરચરણ સિંહ જેવા કલાકારોની જગ્યાએ પણ હવે નવા ચહેરા જોવા મળી રહ્યા છે.
દર્શકોમાં હવે એ જ ઉત્સુકતા છે કે શું ખરેખર જેઠાલાલના માથેથી બાપુજીનો છાયડો ઉઠી જશે કે પછી આ માત્ર વાર્તાનો એક હિસ્સો છે?
આ પણ વાંચો: બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ
આ પણ વાંચો: મારો આત્મા દાઉદમાં વસે છે’, અંડરવર્લ્ડ ડોન પર રામ ગોપાલ વર્માનું ચોંકાવનારું નિવેદન
