Gujarat Local Body Election 2026/ પ્રશ્નાવડા ખાતે સંસારિક જીવનના મંગલ પ્રારંભે મતદાન કરતાં ‘વરરાજા’

પ્રશ્નાવડા ગામ ખાતે લગ્નની વિધિઓ વચ્ચેથી સમય કાઢીને વરરાજા સુરેશભાઈ પરમારે નૈતિક ફરજ સમજી મત આપવાના અધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના આ પર્વમાં મતદાન કર્યું હતું.

Top Stories Gujarat Others Breaking News

Girsomnath News: ગીર સોમનાથમાં તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત 26 એપ્રિલ રવિવારના રોજ મતદાનમાં નાગરિકો સહભાગી બની રહ્યાં છે. લોકશાહીના આ મહાપર્વમાં સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

પ્રશ્નાવડા ગામ ખાતે લગ્નની વિધિઓ વચ્ચેથી સમય કાઢીને વરરાજા સુરેશભાઈ પરમારે નૈતિક ફરજ સમજી મત આપવાના અધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના આ પર્વમાં મતદાન કર્યું હતું.

સુરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, લોકશાહીના પાવન પર્વને ઉજાગર કરવા મતદાન ખૂબ જ જરૂરી છે. જેમ મેં મતદાન કરી મારી પવિત્ર ફરજ બજાવી છે એમ સર્વે નાગરિકો મતદાન કરી આ મહાપર્વમાં ભાગીદાર બને એવી અપીલ તેમણે આ અવસરે કરી હતી. આ રીતે લગ્નના દિવસે પોતે મતદાન કરીને સુરેશભાઈએ અન્ય નાગરિકો માટે મતદાન કરવા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું