IPL 2020/ મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ફેન્સે ડી વિલિયર્સને આપી આ સલાહ

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2020 ની સીઝન જીતી ત્યારે દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેન એબી ડી વિલિયર્સે શાનદાર શૈલીમાં અભિનંદન પાઠવ્યા હતા. દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. રોહિત શર્માની આગેવાની હેઠળનાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હીને 5 વિકેટથી હરાવી પાંચમી વખત ટ્રોફી કબજે કરી હતી. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી […]

Sports
asdq 38 મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ ફેન્સે ડી વિલિયર્સને આપી આ સલાહ

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2020 ની સીઝન જીતી ત્યારે દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેન એબી ડી વિલિયર્સે શાનદાર શૈલીમાં અભિનંદન પાઠવ્યા હતા. દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. રોહિત શર્માની આગેવાની હેઠળનાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હીને 5 વિકેટથી હરાવી પાંચમી વખત ટ્રોફી કબજે કરી હતી. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમનારા એબી ડી વિલિયર્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને મુંબઈને આઈપીએલ 2020 ની શ્રેષ્ઠ ટીમ ગણાવી હતી.

રાહુલ ગાંધીનું વધુ એક ટ્વીટ – મોદીજીએ ભારતની તાકાતને નબળાઇમાં પરિવર્તિત કરી

દરમિયાન, તેમનું ટ્વિટ જોયા પછી ચાહકોએ તેમને તેમની આઈપીએલ ટીમને સ્વિચ કરવાનું કહ્યું છે. ડી વિલિયર્સ 2011 થી આરસીબીનો હિસ્સો છે, પરંતુ તે હજી સુધી આઈપીએલ ટ્રોફી જીતી શક્યો નથી. ડી વિલિયર્સ આઈપીએલનો સૌથી સફળ વિદેશી ખેલાડી છે અને ચેલેન્જર્સ માટે તેના કેપ્ટન વિરાટ કોહલી પછી બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર છે. ગત સિઝનમાં, ડી વિલિયર્સ કોઈ શંકા વિના આરસીબી માટે સૌથી શાનદાર બેટ્સમેન રહ્યો હતો. તેણે 14 ઇનિંગ્સમાં 45 ની એવરજેથી 454 રન બનાવ્યા છે. તેમાં 5 અડધી સદી પણ શામેલ છે.

રાબડી દેવીનાં નિવાસસ્થાને યોજાઇ બેઠક, તેજસ્વી યાદવ પસંદ કરાયા…

ચાહકો માને છે કે આરસીબીમાં રહીને એબીડી માટે ટ્રોફી જીતવી લગભગ અશક્ય છે. તેથી, તેમના સમર્થકો ઈચ્છે છે કે તે આગામી સીઝનમાં બીજી ટીમ સાથે રમતા જોવા મળે. લોકોએ ટ્વિટર આ મુદ્દે ઘણી ટિપ્પણીઓ પણ કરી છે. જો કે આવતી સીઝનમાં તે ખરેખર કોઇ અન્ય ટીમનો સદસ્ય બનશે કે નહી તેના પર હજુ એબીડી તરફથી કોઇ નિવેદન આવ્યુ નથી.