Not Set/ #AusOpen : ૧૨મી વખત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી સેરેના વિલિયમ્સ

મેલબર્ન, ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કારી લીધો છે. સોમવારે સેરેના વિલિયમ્સે રોમાનિયાની વર્લ્ડ નંબર ૧ ખેલાડી સિમોના હાલેપને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલા હરાવી હતી. Great fight @Simona_Halep!We will see you soon 👋#AusOpen pic.twitter.com/tympHQpA9k— #AusOpen (@AustralianOpen) January 21, 2019 આ સાથે જ […]

Trending Sports
#AusOpen : ૧૨મી વખત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી સેરેના વિલિયમ્સ

મેલબર્ન,

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કારી લીધો છે.

સોમવારે સેરેના વિલિયમ્સે રોમાનિયાની વર્લ્ડ નંબર ૧ ખેલાડી સિમોના હાલેપને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલા હરાવી હતી.

આ સાથે જ ૩૭ વર્ષીય સેરેનાએ ૬-૧, ૪-૬, ૬-૪થી હાલેપને હરાવી ઓસ્ટ્રેલિયમ ઓપનમાં ૧૨મી વખત ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

આ શાનદાર જીત બાદ હવે ક્વાર્ટર ફાઈનલમાં સેરેનાનો મુકાબલો ચેક ગણરાજ્યની વર્લ્ડ નંબર ૭ કૈરોલિના પ્લિસ્કોવા સામે થશે. આ પહેલા કૈરોલિના પ્લિસ્કોવાએ સ્પેનની ગાર્બાઇન મુગુરુજાને ૬-૩, ૬-૧થી હરાવી હતી અને અંતિમ ૮માં પ્રવેશ કર્યો હતો.